મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર દ્વારા"સ્વચ્છતા અવેરનેસ" માટેનો કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર દ્વારા”સ્વચ્છતા અવેરનેસ” માટેનો કાર્યક્રમ યોજાયો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની શ્રીમતિ સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી, IQACના માર્ગદર્શનમાં કોલેજમાં કાર્યરત ઇકો ક્લબ, એન.એસ.એસ. એકમ અને પંચ પ્રકલ્પ અંતર્ગત "સ્વચ્છતા અવેરનેસ" માટેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત મુનપુર બસ સ્ટેન્ડથી નજીકમાં આવેલ શ્રેયસ કુમાર છાત્રાલય, પંચવટી ઉદ્યાન અને ફોરેસ્ટ ઓફીસ એમ જુદા જુદા વિસ્તારમાં સ્વચ્છતા અવેરનેસ માટેના બેનર લગાવવા આવ્યા. ગ્રામજનો ગમે ત્યાં કચરો ન ફેંકે અને ગામને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખે અને એ રીતે પોતાને, પોતાના પરિવારને, ગામને અને રાષ્ટ્રને સ્વસ્થ રાખે એ શુભાશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના ઉત્સાહી અને તેજસ્વી વિદ્યાર્થી અશ્વિન ડામોરે ઉત્સાહભેર જોડાઈને સહકાર આપ્યો. આ અભિયાનનું સંકલન ઇકો ક્લબના કન્વિનર અને સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. પરેશ પારેખે કર્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.