લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું
લીલીયા મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિધ્ધપુરા તેમજ સી.એચ.સી અધિક્ષક ડો.ગાંધી ના માર્ગ દર્શન તળે સરકાર શ્રી ના આયુષ્યમાન ભવઃઅભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ. શાન્તા બા મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ અમરેલી તરફથી લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, હૃદય, બીપી, ડાયાબિટીસ નાં નિષ્ણાંત, પેટ રોગના નિષ્ણાંત, કાન નાક ગળાના રોગોના નિષ્ણાંત, ચામડી રોગના નિષ્ણાંત, આખ રોગના નિષ્ણાંત, દાંત રોગના નિષ્ણાંત, માનસીક રોગના નિષ્ણાંત વગેરે અનેક નિષ્ણાંત ડોકટર ની ટીમ હાજર રહી હતી. આ તકે લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો. તોમર , ડો.દ્રષ્ટિ શેઠ, રોહિતભાઈ માધડ તથા તાલુકા આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ ઉપસ્થિત રહેલ આ કેમ્પ માં લીલીયા તેમજ લીલીયા તાલુકા ના લોકો એ આં કેમ્પ નો લાભ લીધેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ,ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, સરપંચ જીવનભાઇ વોરા સહિત આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ ઉપસ્થિત રહેલ.તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલિયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
