ઈણાજ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ - At This Time

ઈણાજ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ


ઈણાજ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ
---------
જનસુખાકારીના કામો નિયત સમયમાં પૂર્ણ કરવા નિર્દેશ આપતા સાંસદશ્રી
-----------
ઈણાજ ખાતે સભાખંડમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને દિશા (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિ) ની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમાએ નિયત સમયમાં જનસુખાકારીના કામો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો અને આ બેઠકમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સાંસદશ્રીએ પ્રજાની જનસુખાકારીને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોને અગ્રીમ ધોરણે હાથ ધરી ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાકી રહેલા કાર્યો પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે ગતિશીલતા લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં.

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ઉપસ્થિત અધિકારીઓને વિવિધ યોજનાઓમાં ફાળવેલા ભૌતિક લક્ષ્યાંક, મેળવેલ ભૌતિક સિદ્ધિ, ફાળવેલ નાણાકિય સિદ્ધિ, મેળવેલ નાણાકિય સિદ્ધિ, લક્ષ્યાંક પૂર્ણ ન થવાના કારણો વિશે ચર્ચા કરી છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.

આ સાથે જ કલેક્ટરશ્રીએ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી આરસેટીનું નવું કેન્દ્ર જિલ્લામાં શરૂ થાય તે માટેની દરખાસ્ત કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશીએ વિવિધ વિભાગની જિલ્લામાં કાર્યરત અનેકવિધ યોજનાઓ, યોજનાઓમાં થયેલી પ્રગતિ, બાકી કામો, લક્ષ્યાંક અને લક્ષ્યાંક સિધ્ધિની પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા રજૂઆત કરી હતી. તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની રચના, રિવોલ્વિંગ ફંડ, કેશ ક્રેડિટ લોન, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ સહિત ગ્રામ વિકાસ એજન્સીના કાર્યો વિશે વિસ્તારમાં અવગત કર્યાં હતાં.

આ બેઠકમાં અમૃત યોજના ૨.૦, સ્વચ્છ ભારત મિશન ૨.૦, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડોર ટૂ ડોર કલેક્શન, જિલ્લા આયોજન અંતર્ગતના કામો, જાહેર સોકપીટ, ઈ-વ્હીકલ, વ્યક્તિગત શૌચાલય, મનરેગા સહિતની યોજનાઓ વિશે ચર્ચા કરી અને ગ્રામ્ય સ્તરે માળખાકિય સુવિધાઓ અને વિકાસનાં કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, નાયબ કલેક્ટર શ્રી એફ.જે.માકડા, જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, સર્વે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, શ્રી કે.આર.પરમાર સહિત આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image