બોટાદમાં યુવાનો હોંશભેર પહોંચ્યાં મતદાન મથકે - At This Time

બોટાદમાં યુવાનો હોંશભેર પહોંચ્યાં મતદાન મથકે


આજે સૌપ્રથમ વાર મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવવાનો હરખ હોવાનું જણાવતાં યુવા મતદારો

કોલેજનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં ગૌતમ રાઠોડે સૌપ્રથમ વાર મતદાન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, “આ ઉત્સવમાં સૌએ આનંદભેર જોડાવું જોઇએ. હું આજે પહેલીવાર આ ‘અવસર’માં સહભાગી બન્યો તેનો મને આનંદ છે.” ત્યારે અન્ય કોલેજીયન ગોપાલ હુંબલે પણ આજે સૌપ્રથમ વાર મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવવાનો હરખ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, “વોટ આપવો એ આપણો હક તો છે જ પરંતુ ફરજ પણ છે જેથી સૌએ તે નિભાવવી જોઇએ.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon