બોટાદની નવોદય વિદ્યાલય, ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની અવધિ ૩૧-૦૫-૨૦૨૨ સુધી કરવામાં આવી - At This Time

બોટાદની નવોદય વિદ્યાલય, ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની અવધિ ૩૧-૦૫-૨૦૨૨ સુધી કરવામાં આવી


બોટાદની નવોદય વિદ્યાલય, ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની અવધિ ૩૧-૦૫-૨૦૨૨ સુધી કરવામાં આવી

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે જવાહર નવોદય વિદ્યાલય-બોટાદ નિવાસી શાળામાં ધોરણ-૬મા પ્રવેશ મેળવવા પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની અવધિ ૩૧-૦૫-૨૦૨૨ સુધી કરવામાં આવી છે. સાથોસાથ વિદ્યાર્થીઓની જન્મતારીખ માટે અવધિ વધારીને ૧-૦૫-૨૦૧૧થી ૩૧-૦૪-૨૦૧૩ કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ હેડમાસ્ટરના સહી-સિક્કા વાળું ફોર્મ ભરી www.navodaya.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, બોટાદ જિલ્લાના રહેવાસી અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી તેમાં ઉત્તિર્ણ થાય બાદ પ્રવેશ મેળવી શકશે.
જવાહર નવોદય વિદ્યાલય- બોટાદ જિલ્લાની નિવાસી શાળા છે. બોટાદ જિલ્લાના દરેક પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં ઉત્સાહ દાખવે તેવો નવોદય વિદ્યાલય બોટાદનો આગ્રહ છે.વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય-બોટાદ (મોટી કુંડળ)નો સંપર્ક કરવા આચાર્ય જ.ન.વિ.બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon