ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાત કોંગ્રેસે તેની ચોથી યાદી જાહેર કરી   - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/peqymjodkxamgqob/" left="-10"]

ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાત કોંગ્રેસે તેની ચોથી યાદી જાહેર કરી  


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં દરેક રાજકીય પાર્ટી તેમના બાકી રહેલા ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આજે ચોથી યાદીની જાહેરાત કરી હતી. ગુજરાત કોંગ્રેસમાંથી બોટાદ બેઠક પર રમેશ મેરને ટીકીટ આપવામાં આવી છે. બોટાદ બેઠક પરથી મનહર પટેલની ટીકીટ કપાતા નારાજ થયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ટીકીટોને લઈને મુશ્કેલી સર્જાઈ છે. 

કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરતા મનહર પટેલે જણાવ્યું હતું કે બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેરવિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાને પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સાથે 2017નું પુનરાવર્તન થયુ છે જે પક્ષના વિશાળ હિતમાં નથી. આ સાથે જ મનહર પટેલે પોતાના ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. જાહેર કરેલા ઉમેદવાર રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. સાથે જ મનહર પટેલે ઉમેદવાર બદલી પોતાને ટિકિટ આપવા માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક યાદી જાહેર કરી હતી જેમાં કોંગ્રેસના 9 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયાને ટીકીટ આપવામાં આવી છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલે ગુંચવાયેલા પેચને સરખા કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કમાન સાંભળી હતી  અને ગઈકાલે જ તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 18 દિવસ બાકી છે અને આવતીકાલે ઉમેદવારોને નામાંકન માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્રમાં થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસમાં અસંતોષ અને ભારે નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવારોના નામ 

દેવભૂમિ દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયા

તાલાળા બેઠક પરથી માનસિંહ ડોડિયા

કોડિનાર બેઠક પરથી મહેશ મકવાણા

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રેવતસિંહ ગોહિલ

ભાવનગર ઈસ્ટ બેઠક પરથી બળદેવ સોલંકી

બોટાદ બેઠક પરથી રમેશ મેર

જંબુસર બેઠક પરથી સંજય સોલંકી

ભરુચ બેઠક પરથી જયકાંત પટેલ

ધરમપુર બેઠક પરથી કિશન પટેલ 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]