સરકારી રીપોર્ટનું વિચિત્ર તારણ:મધ્ય પ્રદેશના લોકો અઠવાડિયામાં 6 કલાક ઓછી નોકરી કરીને પણ ગુજરાતીઓ કરતાં રૂ. 1475ની વધુ કમાણી કરે છે
જો આપને એવું લાગે છે કે વધુ કલાક કામ કરનારા વધુ કમાય છે, તો એકવાર આ અહેવાલ વાંચી જજો. મધ્યપ્રદેશમાં નોકરિયાત લોકો સપ્તાહમાં સરેરાશ 47.8 કલાક કામ કરે છે. તેની સરેરાશ માસિક આવક 18,978 રૂપિયા છે. બીજી તરફ, ગુજરાતમાં જૉબ કરનારા દર સપ્તાહે સરેરાશ 53 કલાક કામ કરે છે, પરંતુ તેમની સરેરાશ માસિક કમાણી 17,503 રૂપિયા જ છે. એટલે કે મધ્ય પ્રદેશની સરખામણીએ લગભગ 6 કલાક વધુ કામ કર્યા બાદ પણ 1,475 રૂપિયા ઓછા કમાઈ રહ્યા છે. પીરિયોડિક લેબર ફોર્સ સરવે 23-24ના તાજેતરના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. નોકરી કરનારાઓની સૌથી વધુ સરેરાશ માસિક કમાણી લદ્દાખ (રૂ. 42,384)માં અને સૌથી ઓછી પંજાબ (રૂ. 16,161)માં છે. બીજી તરફ, સ્વરોજગાર કરનારાઓ માટે ગોવા સૌથી કમાતું રાજ્ય છે. અહીં સરેરાશ માસિક આવક રૂ. 45,292 છે. હિમાચલમાં પોતાનો રોજગાર કરનારા દર મહિને સરેરાશ રૂ. 9,574 જ કમાય છે, જે દેશમાં સૌથી ઓછી કમાણી છે. છૂટક મજૂરીની વાત કરીએ તો તે દેશમાં સૌથી વધુ રૂ. 839 લક્ષદ્વીપમાં છે. ગોવા (રૂ. 837) સાથે બીજા અને કેરળ (રૂ.836) સાથે ત્રીજા નંબરે છે. સૌથી ઓછી રૂ. 295 મજૂરી છત્તીસગઢમાં છે. આ યાદીમાં મ.પ્ર. (રૂ.357) બીજા અને મહારાષ્ટ્ર (રૂ.381) ત્રીજા સ્થાને છે. દેશમાં સ્વરોજગારવાળા દરેક સપ્તાહે સરેરાશ 39.6 કલાક, નોકરિયાત 48.2 કલાક અને મજૂરી કરનારા 39.7 કલાક કામ કરે છે. એટલે કે કામના કલાકોમાં નોકરિયાત સૌથી આગળ અને મજૂરીવાળા સૌથી પાછળ છે. તમામ કામ કરતાં લોકો સપ્તાહમાં સરેરાશ 47.7 કલાક કામ કરે છે. બીજી તરફ, સ્વરોજગાર કરનારાની સરેરાશ માસિક કમાણી રૂ. 13,900, નોકરિયાતની રૂ. 21,103 અને મજૂરી કરનારાઓની રોજની સરેરાશ રૂ. 433 છે. સ્વરોજગારમાં બિહાર કરતાં યુપીના લોકો વધુ, દૈનિક મજૂરી ચૂકવવામાં છત્તીસગઢ મોખરે તેલંગાણામાં છૂટક મજૂરીવાળા સપ્તાહમાં 31 કલાક જ કામ કરે છે, જે સૌથી ઓછી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.