વડોદરા: રાજમહેલ રોડ પરના તળાવની સપાટી વધતા લોકો ચિંતામાં
વડોદરા,તા.2 જુલાઈ 2022,શનિવારશહેરના રાજમહેલ સામે કાશીવિશ્વનાથ મંદિર પાછળ રાજસ્તંભ સોસાયટી પાસેના તળાવમાં વર્ષોથી દરવર્ષે ચોમાસાની ત્રૃતુમા વરસાદી પાણી ભરાઇ જાય છે અને જળચર જીવો સાપ તથા મગરો સોસાયટીમાં આવી જતાં હોય છે સાથે જ પાણી ભરાઇ જવાને કારણે દરવર્ષે અહીં લોકોના મકાનની લાખ્ખો રૂપિયાની ઘરવખરીના સામાનને નુકશાન થાય છે. અનેકવાર સોસાયટીના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરો, મેયર, ધારાસભ્ય તથા મ્યુનિ. કમિશનર ને રજૂઆતો કરી હોવા છતાં પણ પરિસ્થિતિ યથાવત રહી છે અહીં પાલિકા દ્વારા પંપ મૂકી પાણી કાઢવાની વ્યવસ્થા તો કરી છે પરંતુ પંપ ચાલુ નથી તથા આગળ વરસાદી કાંસમા પાણીનો નિકાલ થતો નથી અને આગળ કુંભારવાડા તથા અન્ય જગ્યાઓનુ પાણી વરસાદી કાંસમા ભરાઈ જતાં આ રાજસ્તંભ સોસાયટી તળાવ નું પાણી આગળ જતું નથી અને સોસાયટીમાં પાણી આવી જાય છે સાથે જ મગરો અને સાપ જીવજંતુઓ સોસાયટીમાં આવી જતાં સોસાયટીના લોકોએ ભયના ઓથા હેઠળ રહેવા મજબૂર થવું પડે છે ત્યારે ગતરોજ પડેલા માત્ર દોઢેક ઇંચ વરસાદમાં અહીં તળાવમાં પાણી ભરાયા છે જે ચોવીસ કલાક વરસાદ અટક્યા બાદ પણ એક ઇંચ પાણી ઓસર્યુ નથી જ્યારે કે પાલિકાએ ચાર પંપ મૂક્યા છે છતાં પાણી ઘટ્યું નથી ત્યારે સ્થાનિકો દ્વારા આ વખતે પાણી ભરાવવાથી કે જળચર જીવોથી નુકશાન થશે તો રાજસ્તંભવાળી કરવાની ચિમકી ઉચ્ચારી છે સાથે જ ઇલેક્શન વોર્ડ નં.13ના મ્યુનિ. કાઉન્સિલર બાળુભાઇ સૂર્વેએ અનેકવાર આ વિસ્તારમાં પ્રિમોન્સુનની કામગીરી તથા વરસાદી પાણીના કાયમી નિકાલ અંગે રજૂઆતો કરી છે અને હવે અહીં જે રીતે પાણી ભરાઇ રહ્યું છે તે અંગે ચિંતા સાથે પાલિકાને વહેલી તકે અહીં પાણીના નિકાલની કામગીરી કરવા રજૂઆત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.