સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનુ વળતર આપવા ટિમ ગબ્બરની માંગ. - At This Time

સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનુ વળતર આપવા ટિમ ગબ્બરની માંગ.


વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા -એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી અને ગીર સોમનાથ જિલ્લાના જીતેન્દ્ર ચોથાણી દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતનાને રકુઆત કરી જણાવેલ છે કે, ગત તારીખ ૧૯/૩/૨૩ ના રોજ તાલાલા, ઉના તથા ગીર ગઢડા તાલુકામા અને રાજકોટ તથા અમરેલી,જુનાગઢ જિલ્લાના વિસાવદર સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ થતા ખેતીવાડી પાક તથા બાગાયતી પાકોમા ખેડૂતો ને ભારે નુકસાન થયેલ છે આ માટે અમુક વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ છે જેમાં કેરી, ઘવ,ચણા,ઘાણા વિગેરે પાકોને મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર પાસે ખેડૂતો વળતરની આશાએ બેઠા છે અને તે માટે સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવવામાં આવે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહિયા હોય ત્યારે ખેડૂત લોકોના ઉપરોક્ત પ્રશ્ન બાબતે અમો ટિમ ગબ્બર સરકાર યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છીએ.આ માટે આપના દ્વારા યોગ્ય નોંધ લઈ જરૂરી વળતર વ્હેલી તકે ચુકવવામા આવે તેવી માંગ સાથે રજુઆતછે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon