અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બોટાદ માં કુવરજીભાઈ બાવળિયાનો 68 મો જન્મદિવસ લોક સેવાના કાર્યો દ્વારા ઉજવણી - At This Time

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બોટાદ માં કુવરજીભાઈ બાવળિયાનો 68 મો જન્મદિવસ લોક સેવાના કાર્યો દ્વારા ઉજવણી


આજરોજ અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના 68 માં જન્મદિવસની ઉજવણી સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ બોટાદ મુકામે રક્તદાન કેમ્પનું શરૂ કરવામાં આવી હતી રક્તદાન કેમ્પમાં યુવાનોએ રક્તદાન કર્યું હતું રક્તદાતાઓને પર્યાવરણ ઉપયોગી વસ્તુઓ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 68 વૃક્ષના કુંડાઓ ,68 ચકલીના માળા, 68 તુલસીના છોડ લોકોને આપવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ત્યાં શિક્ષણ મેળવતા 68 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી મનો દિવ્યાંગ બાળકોને આજના દિવસે નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી બોર્ડિંગના તમામ વિદ્યાર્થીઓને પેન આપવામાં આવેલ હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon