મોડાસા તાલુકાના આચાર્ય સંધના પ્રમુખ તરીકે શ્રી ચેતનભાઈ પટેલ ડુઘરવાડા હાઇસ્કૂલની સર્વાનુમતે વરણી કરવામાં આવી. - At This Time

મોડાસા તાલુકાના આચાર્ય સંધના પ્રમુખ તરીકે શ્રી ચેતનભાઈ પટેલ ડુઘરવાડા હાઇસ્કૂલની સર્વાનુમતે વરણી કરવામાં આવી.


આજ રોજ મોડાસા તાલુકા આચાર્ય સંઘની જનરલ સભા બોલાવવામાં આવી. આજની જનરલ સભા ઉપ પ્રમુખ ઈશરતબાનુ સૈયદના અધ્યક્ષ સ્થાને મળી આ જનરલ સભા માં મોડાસા તાલુકાના આચાર્ય સંધના પ્રમુખ તરીકે શ્રી ચેતનભાઈ પટેલ ડુગરવાડા હાઇસ્કૂલની સર્વાનુમતે વરણી કરવામાં આવી તે સાથે તાલુકાના મંત્રી તરીકે શ્રી નરેશભાઈ પ્રજાપતિ આચાર્યશ્રી દાવલી હાઇસ્કૂલની અને સહમંત્રી તરીકે મુકેશભાઈ પટેલ ગાજણ હાઇસ્કુલ આચાર્યની વરણી કરવામાં આવી. આ જનરલ સભા માં મોડાસા તાલુકા પરીક્ષા સમિતિના કન્વીનર શ્રી મનીષભાઈ જોષીએ પરીક્ષા સંબંધી કામગીરી ની ચર્ચા કરી સાથે તાલુકા યુવા ઉત્સવ સ્પર્ધાના આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ચાલુ સાલે ખંભીસર ખાતે યુવા ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેનો વિગતવાર પરીપત્ર કરવામાં આવશે એવું તેઓએ જણાવ્યું. આ કાર્યક્રમનું સફળ સંચાલન જે ડી પટેલ અને સમગ્ર કાર્યક્રમની આભારવિધિ નવનિયુક્ત મંત્રી શ્રી નરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon