ઇલેકટ્રીક પેનલના બોકસની આડમાં રાજકોટ આવતો 1288 બોટલ દારૂ ઝડપાયો
ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વાપીથી રાજકોટ આવતી ખાનગી બસમાંથી કેરી વાહન ઇલેકટ્રીક પેનલના બોકસની આડમાં ભરેલ 1288 બોટલ દારૂ પીસીબીની ટીમે પકડી રૂ.7.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રિસીવ કરનાર અને વાપીથી દારૂ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, દ્વારા શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવાની આપેલ સુચનાથી પી.સી.બી. પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વાલજીભાઇને ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફ જવાના રસ્તે મોમાઇ ટી સ્ટોલ પહેલા સર્વીસ રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સમાંથી દારૂનો જથ્થો સપ્લાય થવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તીર્થ ટ્રાવેલ્સની બસમાંથી લોખંડના ઇલેકટ્રીક પેનલના બોકસ કેરી વાહનમાં ભરવામાં આવી રહ્યો હતો. જે બોક્સ ખોલી તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 1288 બોટલ દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ખાનગી બસ ચાલકની પૂછતાછ કરતાં તેને વાપીથી બસમાં લોખંડના ઇલેક્ટ્રીક પેનલના બોક્સ રાજકોટ સપ્લાય માટે મોકલાવેલ હતાં. દારૂ અંગે તે પણ અજાણ હોવાનું કહ્યું હતું. પીસીબીની ટીમે દારૂનો જથ્થો અને કેરી વાહન સહિત રૂ.7.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તેમજ પોલીસે કેરી વાહન નં. જીજે-02-એટી-3919 ના ચાલક અને વાપીથી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
