*તલોદ માં પ્રજાને પડતી તકલીફ ને ધ્યાન માં રાખી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ની રજુઆત થી તલોદ આવતી બસો ટાવર થઈ ડેપો માં જશે* - At This Time

*તલોદ માં પ્રજાને પડતી તકલીફ ને ધ્યાન માં રાખી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ની રજુઆત થી તલોદ આવતી બસો ટાવર થઈ ડેપો માં જશે*


*તલોદ માં પ્રજાને પડતી તકલીફ ને ધ્યાન માં રાખી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ની રજુઆત થી તલોદ આવતી બસો ટાવર થઈ ડેપો માં જશે*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

તલોદ શહેર માં નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજ ની કામગીરીથી બંધ કરવામાં આવેલ એસ ટી બસો ધારાસભ્ય ની દરમિયાનગીરીથી તલોદ બજારમાં થઈ એસ ટી ડેપો માં જવાનો આદેશ કરતા સ્થાનિક પ્રજા સહિત તાલુકાની જનતામાં ખુશીની લહેર જોવા મળી છે.
આ અંગે મળતી માહિતી મુજબ તલોદ મોડાસા રોડ પર અંદાજે 44 કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ પામનારા રેલવે ઓવરબ્રિજ ની મંજૂરી આપવામાં આવી હતી અને કામગિરી પણ ચાલીસ ટકા જેટલી પુરી થવા પામી છે રેલવે ઓવરબ્રિજ ની કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી ટ્રાફિક નિયમન માટે ટી આર ચોકડી થી કેસરપુરા મહિયલ થઇ મજરા નાકા થઈ ગાંધીનગર તરફ ડાયાવર્ઝન આપવામા આવ્યું હતું જેમાં તલોદ શહેરમા આવતી એસટી બસો કેસરપુરા મહિયલ થઇ એસ ટી બસો આવન જાવન કરવામા આવતી હતી જેના કારણે ટી આર ચોકડી થી તલોદ બજાર તરફ જવા માટે રિક્ષા અને અન્ય વાહનો મારફતે આવવું પડતું હતું જેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. આ સંદર્ભે તલોદ ના નગરજનો દ્વારા તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર ને રજૂઆત કરી હતી અન્ય નાગરિકો દ્વારા બજારમાં થઈ બસો ચાલું કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આસંદર્ભે પ્રજાને પડતી તકલીફો સંદર્ભે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જિલ્લા કલેકટર અને રાજ્ય પરિવહન હિમતનગર વિભાગીય નિયામક ને તલોદ માં આવતી ઍસ ટી બસો ટાવર થઈ એસટી ડેપો માં જાય તો પ્રજા ને ટી આર ચોકડી થી તલોદ બજાર માં જવા માટે આર્થિક રીતે સહન કરવાનો વારો ન આવે તે માટે તલોદ બજારમાં થઈ બસો નુ સંચાલન કરવા રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે વિભાગીય નિયામકે તલોદ માં આવતી બસો ટી આર ચોકડી થી કેસરપુરા થઈ મહિયલ થઈ પસાર થતી બસો ને ટાવર તરફ થઈ પસાર થવા હુકમ કરવામાં આવતા પ્રજા માં ખુશીની લહેર જોવા મળી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image