વિરપુર બસ સ્ટેન્ડમાં શૌચાલયની ગંદકી જાહેર રસ્તા પર ફરી વળી…..
શૌચાલયના દુર્ગંધયુક્ત પાણી બજારની દુકાનો સુધી પહોંચતાં વેપારીઓમાં રોષ...
મહિસાગર જીલ્લાના વિરપુર નગરના બસ સ્ટેન્ડમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલા હંગામી શૌચાલયમાં પુરતી વ્યવસ્થા ન હોવાથી ગંદા અને દૂર્ગંધયુક્ત પાણી જાહેર રસ્તા પર ફરી વળતાં મુસાફર અને સામાન્ય પ્રજામાં રોષ ફેલાયો છે. આ અંગે બજારમાં વેપારીએ વારંવાર રજુઆત કરી છતાં કોઇ પગલાં ન ભરાતાં આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે વિરપુર બસ સ્ટેન્ડમા આવેલા શૌચાલયનું ગંદુ પાણી સામાન્ય પ્રજા માટે માથાનો દુઃખાવો બન્યો છે. શૌચાલયમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતાં દૂર્ગંધયુક્ત પાણી બજારની દુકાનો સુધી આવતાં વેપારીઓમાં રોષની લાગણી જન્મી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરપુર બસ સ્ટેન્ડનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આથી, તંત્ર દ્વારા હંગામી શૌચાલય બનાવવામાં આવ્યું છે. પરંતુ આ શૌચાલયનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. જેનો ભોગ સામાન્ય પ્રજા અને ખાસ કરીને નજીકમાં દુકાનો ધરાવતા વેપારીઓ બની રહ્યાં છે. આ સમસ્યા છેલ્લા એક માસથી વકરી છે. આ અંગે વેપારીઓએ વારંવાર ધ્યાન દોરી રજુઆત કરી છે આમ છતાં એસટી વિભાગ કે માર્ગ મકાન વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવી નથી રહ્યા ત્યારે વેપારીઓ દ્વારા શૌચાલયની ગંદકીને દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
