બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પહોંચ્યુ ધાત્રી માતા અને તેના 2 મહિનાના બાળકની મદદે
બોટાદ જિલ્લામાં બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. પી.બી.એસ.સી.ની ઉમદા કામગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અરજદાર મહિલાને ઘરકામ બાબતે રકજક થતા સાસરી પક્ષના સભ્યોએ અરજદારના પિયરમાં ફોન કરી પિયર પક્ષના સભ્યોને બોલાવી અરજદારને તેમની સાથે મોકલી આપ્યા હતા. અરજદાર અને પિયર પક્ષના સભ્યો દ્વારા બાળક માટે આજીજી કરી હતી, પરંતુ સાસરી પક્ષના સભ્યોએ અરજદારનું બે મહિનાનું બાળક આપ્યું નહિ. અરજદારનું બાળક સ્તનપાન કરતુ હોવાથી અરજદાર મદદ માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ખાતે પહોંચ્યા હતાં.
જ્યાં કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા અરજદારની મનોવ્યથા જાણી સામા પક્ષના સભ્યોને તાત્કાલિક ગામના સરપંચ સાથે કાઉન્સેલર દ્વારા સંકલન કરી પરામર્શ માટે બોલાવ્યાં હતાં. આ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનના શી ટીમના કર્મચારી એ.એસ.આઈ નયનાબેન ગામિતી તેમજ સુરપાલસિંહ ગોહિલ સાથે સંકલન કરી બંને પક્ષ સાથે કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતુ. જે દરમિયાન બાળકને માતાની ખુબ જ જરૂરી હોવાથી તે વિશે સમજ આપવામાં આવી આવી હતી. તેમજ કાનૂની માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ માર્ગદર્શન બાદ સાસરી પક્ષના સભ્યોએ રાજી ખુશીથી બાળક અરજદારને સોંપ્યું હતું. અરજદારને તેનું બાળક મળતા ભાવવિભોર થયા હતા. બંને પક્ષને બાળકના ભવિષ્યને લઈને વિચારવા માર્ગદર્શન આપ્યું હતું. કાઉન્સેલિંગની બીજી બેઠક બાદ અરજદાર અને તેમના સાસરી પક્ષના સભ્યોને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી ઝડપી અને સરળ પ્રક્રિયા જોઈ સમાધાન માટેનો નિર્ણય કર્યો હતો. જેથી બંને પક્ષનો સંસાર તૂટતા બચ્યો હતો. બંને પક્ષ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે અરજદાર અને તેમના સાસરી પક્ષના સભ્યોને નજીકની આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી માતૃશક્તિના પેકેટ અને મમતા દિવસમાં સહભાગી થઇ માતા અને બાળકના રસીકરણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
