ઇડરમાં 26મી રથયાત્રા નીકળશે* SP, Dy.SP સહીત પોલીસ જવાનોએ 5 કિમી રૂટ માર્ચ કરી, ડ્રોન સર્વેલન્સ, CCTV કેમરાથી સજ્જ રથયાત્રા
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં રામધ્વારાથી અગામી 7મી જુલાઈએ રથયાત્રા નીકળશે. જેને લઈને આજે જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધીક્ષક સહીત પોલીસ કર્મીઓએ 5 કિમી રૂ માર્ચ કરી હતી. તો સંવેદનશીલ સહિતના રથયાત્રા રૂટ પર બે કલાક માર્ચ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ઈડરમાં 7 જુલાઈને અષાઢી બીજને રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યા કરવા નીકળશે. જેને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાને લઈને સતર્ક પોલીસે તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે રથયાત્રા નીકળવાના સ્થળેથી બુધવારે ઇડરમાં રામધ્વારા મંદિરેથી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ઇડર નાયબ પોલીસ અધીક્ષક સ્મિત ગોહિલ, Dy.SP હેડક્વાર્ટસ પાયલ સોમેશ્વર, LCB, SOG, સ્થાનિક પોલીસ સ્ટેશનના PI, PSI અને પોલીસ જવાનો સાથે રૂટ માર્ચની શરૂઆત થઇ હતી. જે પાચહાટડી, કસ્બા વિસ્તાર, ટાવર રોડ, પરમારવાસ, તિરંગા સર્કલ અને રામધ્વારા મંદિરે પૂર્ણ થઇ હતી. 5 કિમીની રૂટ માર્ચ સંવેદનશીલ સહિતના વિસ્તારોમાં બે કલાક ફરી હતી.
આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, 26મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. આજે રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. આખોય રૂટ સીસીટીવી સજ્જ છે. ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. સાથે આયોજકો અને મુસ્લિમ બિરાદરો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજી છે.
ઇડર રથયાત્રામાં કેટલું પોલીસ બળ 1-SP, LCB, SOG, 2-Dy.SP, 6-PI-15-PSI, 400-પોલીસ જવાનો/મહિલા, 200-હોમગાર્ડ અને જીઆરડી, માઉટેડ પોલીસ, 150 બોડી વોન કેમેરા, ડ્રોન સર્વેલન્સ,આખા રૂટ પર સીસીટીવી સજ્જ, વજ્ર અને વરુણ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
રિપોર્ટર . હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.