હું તો કહીશ : નબળાં અને ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ માં લોસ જતો હોય - At This Time

હું તો કહીશ : નબળાં અને ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ માં લોસ જતો હોય


સમાન શિક્ષણ થી વંચિત નબળાં અને ગરીબ વર્ગના બાળકો જેનાં કારણો ઘણાં જવાબદાર હોય
શું શિક્ષકો ના બાળકો જ ભણે ?
શું વ્હાલા દવાલા ની નીતિ ?
શું આવા ટયુશન માં શિક્ષકો ના જ બાળકો વધુ જાય ?
શું શિક્ષકો પોતાની શાળા મૂકીને પોતાના બાળકો ને બીજી શાળા માં મુકે ? આ કારણો હોય ?
ભચાઉ તાલુકાના અમુક એવાં ગામો માં ચાલુ નોકરી વાળા શિક્ષકો દ્વારા પણ ટયુશન ક્લાસ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે જે બાળકો પાસે થી અને ચર્ચા થતી હોય જેથી જાણવા મળ્યું છે જે વધારે શરમ જનક એ છે કે આવા ટયુશનીયા શિક્ષક એકમ કસોટીમાં આવવાનુ હોય તે તેમના ટયુશન માં શીખવતાં હોય છે જેના કારણે છાપ ઊભી થાય કે ત્યાં ટયુશન માં જવા વાળા નું રિઝલ્ટ સારું આવે છે
આવા ટયુશનીયા શિક્ષક સાથે ની મિલી ભગત અધિકારી નો સહયોગ હોય તો જ આવા લોકો નિયમ વિરૃધ્ધ ટયુશન ચલાવતા હોય છે

તેમજ ઘણી જગ્યાએ ગામડા ના શિક્ષક કો બાળકો પહોંચે તે પહેલાં ઘર ભેગા થતા હોય છે

અને જેવામાં આવે તો સી આર સી, બી આર સી તેમજ અધિકારીઓ ની પોલમ પોલ આવા કારણો થી નબળા અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને લોશ જતો હોય તો એમાં પરિવર્તન લાવવુ જરૂરી છે

જો અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હોય તો પણ આવા પ્રશ્નો અંગે ચર્ચા ઉદભવે જ નહીં તેમજ અન્ય નિરિક્ષણ કરવાવાળા પોતાની ફરજ ઈમાનદારી પુર્વક નિભાવી રહ્યા હોય તો પણ આવા પ્રશ્નો આવે જ નહીં

ચાલુ નોકરી વાળા શિક્ષક ગણ પોતે ડિસિપ્લિન જરૂરી જે એક બાળક ત્યાર કરી રહ્યા છે તે તેમના પાસે થી પ્રેરણા લે છે

ઘણા શિક્ષક મિત્રો પોતાના બાળકો ની ચિંતા વ્યક્ત કરી રહ્યા હોય છે પણ જે બાળકોને ભણાવે છે તેણી ચિંતા વ્યક્ત કરતાં હોતા નથી

તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ને લોકો દ્વારા મોખિક જાણવા પણ મળેલ હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે

અમુક જગ્યાએ તો એવુ પણ જાણવા મળ્યું છે કે સી.આર.સી જ પોતાના બાળક ને આવા ટયુશન માં મુકતા હોય છે આવી સ્થિતિમાં શાળા ઓનું નિરીક્ષણ શું કરે જો પોતાના ઘરે કે પોતાની શાળા માં જે શિક્ષકો પોતાના બાળકો ને નથી ભણાવી શકતા એ આપણાં બાળકોને શું ભણાવતા હશે વાલી વિચારે

તેમજ આપત્કાલીન સ્થિતિ માં બાળકોને નીકળવા માટે વ્યવસ્થા છે કે નહીં તે પણ વાલી એ જોવાની જરૂર છે તંત્ર તો નિદ્રાધીન છે તેના ભરોસે બેઠા તો હજુ તમારા બાળકો પાછળ રહેશે

હું તો કહીશ જાગો વાલી જાગો શાળા ની મુલાકાત અચુક લો કોઈ શરમ સંકોચ વગર કેવા જેવું લાગે તે સ્વાભાવિક કેવાનું રાખે બીજા ગામ વાળા નથી કહેતાં હું શું કામ બોલું જયારે જે લોકો ઈમાનદારી નેવે મૂકીને ચાલતા હોય તો તમને કેવા માં શું વાંધો છે

અમુક એવા શિક્ષક ના લીધે બીજા શિક્ષકો ને પણ સમસ્યા ઉભી થતી હોય છે પણ સુકા ભેગું લીલું બળે

દેશ આઝાદ થયો આજે 75 વર્ષ થયા હોય છતાં પણ ઘણાં શિક્ષિત અને જાગૃત નાગરિકો ના વિચારો આઝાદ નથી થયા

જે શિક્ષકો પોતાના બાળકો ને પોતાની શાળા મૂકીને બીજી શાળા માં મુકે છે આવા શિક્ષકો નો નિર્ણય યોગ્ય લાગતો નથી કે આચાર્ય શ્રી ની રહેમ રાહે

ભચાઉ તાલુકાના શિક્ષણ અધિકારી ભગવાનભાઈ ગુર્જર સાહેબ શ્રી ને હું તો એમ પૂછતાં પણ સંકોચ નહીં અનુભવ કે સાહેબ એવી કોઈ શાળા હોય તો બતાવો કે જ્યાં શિક્ષકો ના જ બાળકો વધુ જાય તો મારા તરફ થી હું બીજા શિક્ષકો ને પણ જાણ કરુ કે સાહેબ આવી એક શાળા છે તેમાં આપના બાળકો ને મૂકો જેમાં ખાસ કરીને અલગ ભણતર માટે શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી આપી છે

રિપોર્ટર : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.