‘પદ્માવત’ એક્ટર જિમ સાર્ભને નિવેદન પર આપી સ્પષ્ટતા:કહ્યું, ‘મારા નિવેદનને રણવીર સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો ‘મેડ ઇન હેવન સિઝન 2’ના પ્રમોશનનો’
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનો રોલ કર્યો હતો. રણવીરના કહેવા પ્રમાણે, ખિલજીના રોલ માટે પોતે 21 દિવસ સુધી પોતાના ગોરેગાંવના ઘરમાં જ રહ્યો હતો. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, તે તેના વિશે વધુ કહી શકતો નથી કારણ કે તે ખૂબ જ ડાર્ક એક્સપિરિયન્સ હતો. એટલું જ નહીં એક્ટરે કહ્યું હતું કે તેને આ પાત્રમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું. રણવીરે 2018માં આ નિવેદન આપ્યું હતું. વર્ષ 2023માં ધ ક્વિન્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટર જિમ સાર્ભએ કહ્યું હતું કે, કેટલાક એવા પણ આર્ટિસ્ટ છે, જેઓ કહે છે, 'તમે જાણો છો, હું મારા રોલમાં એટલો ઊંડો ઊતરી ગયો હતો કે મારે અઠવાડિયા સુધી મેન્ટલી થેરાપી લેવી પડી હતી. હું તે સમય ચૂપ રહેવામાં માનતો હતો. જિમનું આ નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ નિવેદન દ્વારા રણવીર સિંહ પર નિશાન સાધ્યું હતું. નવાઝુદ્દીન સહિત ઘણા કલાકારોએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મામલો ગરમાયા બાદ જિમ સાર્ભએ આ અંગે સ્પષ્ટતા આપી છે. જિમ સાર્ભએ પોસ્ટ શેર કરી
પોસ્ટ શેર કરતી વખતે, જિમ સાર્ભએ લખ્યું, 'મને સ્પષ્ટતા આપવી ખૂબ જ વાહિયાત લાગે છે, પરંતુ લોકો વીડિયો અને લેખમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મેં જે પણ કહ્યું તેમાં રણવીર સિંહનો કોઈ ઉલ્લેખ નથી. જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે 'મેડ ઇન હેવન સિઝન 2'ના પ્રમોશન દરમિયાનનો છે. 'પદ્માવત'ની રિલીઝને 5 વર્ષ પૂર્ણ થયાં છે. 5 વર્ષ સુધી રણવીર વિશે કહેવા માટે મારી પાસે માત્ર સારી વાતો જ હતી,- 'હું હજુ પણ તેના વિશે સારી વાતો કહું છું. મારું નિવેદન એવા કલાકારો માટે છે જેઓ તેમની પ્રોસેસને વધારીને બતાવે છે. મને ખાતરી છે કે તમે બધા આવા લોકોને મળ્યા જ હશો જેઓ તેમનું કામ કરવા કરતાં તેમના કામ વિશે વધુ વાત કરે છે.' જિમ સાર્ભનું વર્ક ફ્રન્ટ
જિમ ટૂંક સમયમાં જ શેખર કમુલાની ફિલ્મ 'કુબેર'થી ટોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં ધનુષ, રશ્મિકા મંદાના અને નાગાર્જુન લીડ રોલમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.