જેનાગમન નું ધ્યેય પરમપદ નું પાથેય. જેન શાસન પ્રભાવક આચાર્ય પૂ. શ્રી ધીરગુરુદેવનું દામનગર મધ્યે મંગલ આગમન ભવ્ય સામૈયા - At This Time

જેનાગમન નું ધ્યેય પરમપદ નું પાથેય. જેન શાસન પ્રભાવક આચાર્ય પૂ. શ્રી ધીરગુરુદેવનું દામનગર મધ્યે મંગલ આગમન ભવ્ય સામૈયા


જેનાગમન નું ધ્યેય પરમપદ નું પાથેય.

જેન શાસન પ્રભાવક આચાર્ય પૂ. શ્રી ધીરગુરુદેવનું દામનગર મધ્યે મંગલ આગમન ભવ્ય સામૈયા

દામનગર શહેર માં જેન શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય દેવ ધીરજમુની મહારાજ સાહેબ નું આગમન થતા ભવ્ય સામૈયા સત્કાર વહેલી સવારે આચાર્ય દેવ ધીરજ મુનિ મહારાજ સાહેબ સમેત સતી રત્નો નું આગમન થતા ભવ્ય સામૈયા માટે જેન જેનોતરો માં અનેરો ઉત્સાહ દામનગર શહેર માં શૈયાદાન મહાદાનના પ્રણેતા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રેરક પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા ના આગમન થી હરખ ની હેલી છવાય હતી પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.દામનગર શ્રી સંઘમાં તા. ૫ માર્ચ, ૨૦૨૫ ને બુધવારે, સવારે ૮-૦૦ કલાકે પાવન પધરામણી કરી સર્વે ભાવિકજનો એ ભૂરખીયા ચોકડી સામૈયા માટે હાજરી આપી પૂજ્ય સંતોના પગલા પુણ્યના ઢગલા સાથે સરળ સ્વભાવી પૂ. સતી રત્નો તારાજી મ.સ.ના સુશિષ્યા પૂ. ગુણીજી મ.સ. એવમ્ પૂ. લીનાજી મ.સ.સમેત પધરામણી થી ધર્મ ઉલ્લાસ છવાયો હતો
પૂ. ગુરુદેવ શ્રીના મુખેથી જિનવાણી શ્રવણનો લાભ સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ કલાકે સુધી અવિરત ધીર ગંભીર બની શ્રાવકો એ સ્થિરપ્રજ્ઞ બની ધર્મ લાભ મેળવ્યો પૂજ્ય આચાર્ય દેવ દ્વારા માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે વ્યાખ્યાન માં ખૂબ મોટી સંખ્યા માં શ્રાવકો ની હાજરી જોવા મળી હતી સકલ સંઘનું સ્વામી વાત્સલ્યનું મહાજન વાડી દામનગર માતુશ્રી હંસાલક્ષ્મી જયંતિલાલ બગડીયા ના પુત્ર રત્ન કેતન જયંતિલાલ બગડીયા સ્નેહલ જયંતિલાલ બગડીયા પરિવાર દ્વારા આયોજન પૂજ્ય આચાર્ય દેવ ધીરજમુની મહારાજ સાહેબ ના આગમન થી ખૂબ મોટી સંખ્યા માં જેન જેનોતર ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો પૂજ્ય આચાર્ય દેવ ધીરજ મુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય સતી રત્નો ના આગમન પૂર્વે સંતો ને સત્કારવા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ઓના મનહરભાઈ જુઠાણી પ્રવીણભાઈ જાગાણી સુરેશભાઈ અજમેરા હરજીભાઈ નારોલા મનીષભાઈ જોબાલિયા જયેશભાઈ અદાણી જતીનભાઈ ગાંધી કેતનભાઈ ગાંધી રણછોડભાઈ બોખા ઘનશ્યામભાઈ પરમાર ગોબરભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી મનીષભાઈ મોટાણી નિખિલભાઈ અજમેરા દિલીપભાઈ અજમેરા વીરેન્દ્રભાઈ પારેખ મહેન્દ્રભાઈ ગાંધી સહિત અનેક અગ્રણી વેપારી ઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image