બાલાસિનોર તળાવ દરવાજા કોર્ટ સામેની પ્રાથમિક શાળા નો વિવાદ સામે આવ્યો - At This Time

બાલાસિનોર તળાવ દરવાજા કોર્ટ સામેની પ્રાથમિક શાળા નો વિવાદ સામે આવ્યો


શાળાના આચાર્ય ગુંડાગીરી પર ઉતર્યા : શાળામાં નજીવી બાબતે શિક્ષકને ચપ્પલથી માર્યા.

બાલાસિનોર કોર્ટ રોડ પર આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક 20 ફેબ્રુઆરીના રોજ સવારે પ્રાર્થના સમયે સાવરણી મુદ્દે બાખડ્યા હતા. જેમાં આચાર્યે બાળકોની હાજરીમાં અપશબ્દો બોલી ચંપલથી માર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ શિક્ષક પ્રદીપકુમારે તાલુકા શિક્ષણાધિકારીને કરી છે.

સમગ્ર બાબતે શિક્ષક પ્રદીપકુમાર ગિરધરભાઈ પટેલે તાલુકા શિક્ષણ અધિકારીને અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં સાફ સફાઈ માટે સાવરણી લાવવા આચાર્યને વારંવાર રજૂઆત કરવા છતાં લાવતા ન હોવાથી પોતાના ખર્ચે વર્ગરૂમની સાફ સફાઈ માટે સાવરણી લાવ્યા હતા. 20 ફેબ્રુઆરીના રોજ પોતાના વર્ગની સફાઈ દરમ્યાન શાળાના આચાર્ય એ.યુ શેખે પ્રદીપયા મારે ઓફિસ પહેલા સાફ કરાવી છે. તેમ કહેતા શિક્ષકે વર્ગની સફાઈ બાદ ઓફિસ સાફ થઇ જશે તેમ કહ્યુ હતું.

જેને લઇ આચાર્ય ગુસ્સે થઇ શાળાના સ્ટાફ અને બાળકો સામે અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ શિક્ષકને હાથ પકડી વર્ગથી દરવાજા સુધી ખેંચીને અને શાળા બહાર કાઢી મુકવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત ચંપલ કાઢી માર માર્યો હતો. જેમાં વધુ માર મારતા અન્ય શિક્ષકે બચાવ્યા હતા. તેમજ વર્ગના બાળકોને આચાર્ય એ.યુ .શેખે બોલાવી તેમની ઓફિસમાં બેસાડી દીધા હતા. જેને લઇ શિક્ષકે પુછાતા આચાર્યે તું તો ગાંડો છુ, પાગલ છુ, તારે બાળકોને ભણાવાનું નથી.

હું જે કહું એજ થશે અહીંયા સરકારના નિયમો ચાલશે નહિ અહીંયા હું કહું અમેજ ચાલશે તું ગાંડા એક જગ્યાએ બેસી રે તેમ કહ્યું હતું. આચાર્યએ 20 ફેબ્રુઆરી થી આજદિન સુધી શિક્ષકને બાળકો ભણાવા દીધા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ માનસિક ત્રાસ પણ આપતો હોવાનું અરજીમાં ઉલ્લેખ કરતા હડકંપ મચી ગયો હતો.

રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon