વડાપ્રધાનના જન્મદિને 11 સ્થળે 450 લોકોનું રક્તદાન. - At This Time

વડાપ્રધાનના જન્મદિને 11 સ્થળે 450 લોકોનું રક્તદાન.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર ભાજપ સંગઠન દ્વારા 108 મંદિરોમાં સવારે 7 વાગે શંખનાદ કરાયો હતો . આ ઉપરાંત 11 સ્થળે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી , જેમાં 450 શહેરીજનોએ રક્તદાન કર્યું હતું . ન્યાયમંદિર ખાતે સવારે 10 વાગે અંગદાન સંકલ્પનો કાર્યક્રમ યોજાયો હતો , જેમાં 25 હજારથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો . શહેર ભાજપ અધ્યક્ષ ડો . વિજય શાહની અધ્યક્ષતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના કાર્યક્રમો યોજાયા હતા . જેમાં શનિવારે સવારે 7 વાગે જેતલપુર રોડના કાશીવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ડો . વિજય શાહ અને મેયર કેયુર રોકડિયાએ શંખનાદ કર્યો હતો . જ્યારે 19 વોર્ડનાં રામજી મંદિર , હનુમાનજી મંદિર , શિવાલયો , સાંઈબાબાના મંદિર , કબીર મંદિર , ભાથીજી મંદિર , ગણેશ મંદિર , મહાકાળી મંદિર , અંબાજી મંદિર , દત્ત મંદિર , જલારામ મંદિર , અવધૂત મહારાજ મંદિર , ઇસ્કોન મંદિર , આત્મીયધામ , કલ્યાણરાયજીની હવેલી , ગોવર્ધનનાથજીની હવેલી તથા શનિદેવ મંદિરમાં શંખનાદ કરાયો હતો .ઉપરાંત ભાજપના વિવિધ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયા હતા , જેમાં 450 થી વધુ શહેરીજનોએ રક્તદાન કર્યું હતું . 19 વોર્ડમાં યુવા મોરચા , બક્ષીપંચ મોરચા , એસસી - એસટી મોરચાના ઉપક્રમે 11 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા . જેમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી , બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ , ભાજપ અધ્યક્ષ ડૉ . વિજય શાહ , સાંસદ રંજનબેન ભટ્ટ , મેયર કેયુર રોકડિયા , ધારાસભ્યો , સંગઠનના મહામંત્રી તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં . જ્યારે ન્યાયમંદિર ખાતે સવારે 10 વાગે અંગદાન સંકલ્પનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં રાજકીય અગ્રણીઓ ઉપરાંત વીસીસીઆઈ સાથે સંકળાયેલા 40 થી 50 ઉદ્યોગકારો સહિત 25 હજારથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો . સાંસદ દ્વારા 72 દિવ્યાંગને કૃત્રિમ અંગનું વિતરણ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સતત સાતમા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કૃત્રિમ અંગોનું વિતરણ કર્યું હતું . તેમના દ્વારા સાંસદ અનુદાનમાંથી રૂા . 17. 50 લાખના ખર્ચથી શહેરના 72 દિવ્યાંગ નાગરિકોને કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું . શહેર પ્રમુખ અને મેયરનો શિવ મંદિરમાં શંખનાદ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે શહેર ભાજપ અધ્યક્ષ ડો . વિજય શાહ અને મેયર કેયુર રોકડિયાએ જેતલપુર રોડ સ્થિત કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં એક સાથે શંખનાદ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon