Paavo Nurmi Games 2022: નીરજ ચોપરાએ પોતાનો ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/paavo-nurmi-games-2022-neeraj-chopra-breaks-his-olympic-record/" left="-10"]

Paavo Nurmi Games 2022: નીરજ ચોપરાએ પોતાનો ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો


- નીરજે ટોક્યો ઓલમ્પિકમાં 88.07 મીટર થ્રો કરીને સુવર્ણ પદક જીત્યો હતોનવી દિલ્હી, તા. 15 જૂન 2022, બુધવારહાલના ઓલ્મપિક ચેમ્પિયન ભાલા ફેંક એથલીટ નીરજ ચોપરાએ પાવો નુરમી ગેમ્સ 2022માં 89.03 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ પ્રતિયોગિતામાં સુવર્ણ પદક ફિનલેન્ડના ઓલિવર હેલાંડરે જીત્યો છે. ઓલિવરે 89.83 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજ માટે આ પ્રદર્શન આગામી મહિને યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટોનિકનું કામ કરશે. નીરજ ચોપરાનો ટોક્યો ઓલમ્પિક બાદ પહેલી ટૂર્નામેન્ટ હતી. તેમણે 10 મહિના બાદ કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે. આ દરમિયાન તેમણે પોતાનું પુરુ ફોકસ ટ્રેનિંગ અને રિકવરી પર લગાવ્યું હતું. નીરજ ચોપરાએ પોતાના પ્રથમ પ્રયત્નમાં 88.07 મીટરનો થ્રો કર્યો હતો. હીટમાં તેઓ પાંચમાં નંબર પર હતા. ફાઈનલમાં તેમણે 86.92 મીટર થ્રો સાથે શરૂઆત કરી હતી. પ્રથમ રાઉન્ડમાં આ તેમનો બેસ્ટ પ્રયત્ન હતો. 24 વર્ષના નીરજ ચોપરાએ બીજા પ્રયત્નમાં 89.30 મીટર દૂર ભાલો ફેંકીને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો છે. નીરજે ટોક્યો ઓલમ્પિકમાં 88.07 મીટર થ્રો કરીને સુવર્ણ પદક જીત્યો હતો. નીરજ ચોપરાએ પ્રથમ વખત 89 મીટરના માર્કને સર કર્યો હતો. આ અગાઉ તેમનો બેસ્ટ થ્રો 88.07 મીટર રહ્યો હતો જે તેમણે ગયા વર્ષે પટિયાલામાં ઈન્ડિયન જીપી દરમિયાન બનાવ્યો હતો. નીરજ ચોપરાએ શાનદાર વાપસી માટે ખૂબ જ મહેનત અને મુશ્કેલ ટ્રોનિંગ લીધી હતી. પાવો નુરમી એક ગોલ્ડ ઈવેન્ટ છે. આ ડાયમંડ લીગ બાદ સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ પ્રતિયોગિતાઓમાંથી એક માનવામાં આવે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]