કોઠીગામના વાડી વિસ્તારમાં નવલા નોરતાની રમઝટ બાદ આસો સુદ પૂનમ (શરદ પુનમ)ના સાંજે મહાપ્રસાદ તેમજ લાણીનુ વિતરણ સાધુ સંતો તેમજ વડીલો દ્વારા કરવામાં આવ્યું
(રિપોર્ટ મુના સાસકીયા)
જસદણ તાલુકાના કોઠીગામે રસીકભગત હાંડાની વાડીએ ચામુંડા માતાજીના સાનિધ્યમાં લગભગ ૫ વર્ષે થી બાળાઓની ગરબી ચાલી રહી છે. આ ગરબીમાં બાળાઓ રાસ રમે છે. ત્યાર પછી બધા લોકો ગરબે રમે છે. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. છતાં પણ લોકોના સાથ સહકારથી બાળાઓને ઘણી બધી લાણીઓ મળે છે. દર વર્ષે ૯ દિવસ સુધી જમવાનું તેમજ ફ્રુટ તથા આઈસ્ક્રીમ, કોન પણ હોય છે. તેમજ દરરોજ નાસ્તો પણ હોય છે જેમાં પીઝા, ભજીયા , પાવભાજી, બટેટા પૌવા, ભેળ, દાબેલી જેવો નાસ્તો પણ આપવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી માં સોનાનાં દાણા, ચાંદી નું બ્રેચલેટ, બે મુખવાસ દાની, સ્ટેશનરી કિટ, ડિસો, ટીફીન, ચિપ્સ મશીન, કી સ્ટેન્ડ, ચાંદી ની પગની માછલીઓ, બાઉલ, મોટી ડોલ અને ગરવું ની લાણી કરવામાં આવી હતી. તેમજ ભાવી લોકોના સાથ અને સહકારથી બાળાઓને તથા આયોજકો ને ખુબજ સાથ મળેલ. અને પુનમની રાત્રે બાળાઓ એ તેમજ ભાઈઓ તથા બહેનોએ બધા લોકો એ રાસ રમ્યા હતા. તથા પ્રસાદી નું આયોજન રાખેલ હતું. અને પુનમનાં દિવસે આવેલા વડિલો, સંતો તેમજ સેવાભાવી લોકોનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું તથા ભરત ગોવાણી દ્વારા બધાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ભરત ગોવાણી અને વિજય જાપડિયાને બધી બહેનોએ રાખડી બાંધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.