પ્રાચીન સિદ્ધ શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિર જેતપુર દ્વારા શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા - At This Time

પ્રાચીન સિદ્ધ શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિર જેતપુર દ્વારા શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા


તા...2/04/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME NEWS

ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસ રામનવમીના દિવસે જેતપુર શહેર મુકામે, ભારત દેશના આઝાદી પૂર્વેથી ભગવાન શ્રીરામ શોભાયાત્રા જેતપુર મુકામે યોજાય છે. આઝાદી પૂર્વ જ્યારે હિન્દૂ સમાજને એકત્ર થવું હોઇ તો એક ભય નો માહોલ હતો ત્યારે જેતપુર ના ,શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિર દ્વારા 10,12 લોકો થી શરૂ કરેલ આ શોભયાત્રા જોત જોતમાં વર્તમાન માં 3,4 લાખ લોકો આ શોભાયાત્રા જોડાય છે.

જેતપુર ખાતે થી પ્રાચીન સિદ્ધ શ્રી નૃસિંહ મંદિર શ્રી રામ મંદિર માં પરમ પૂજ્ય મહંત શ્રી કનૈયાનંદ મહારાજ ના અધ્યક્ષ સ્થાને નીકળતી આ શોભાયાત્રા એક વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલ છે. બાપુ ના સાનિધ્ય માં હજારો યુવાનો ,સંસ્થા ઓ,સામાજિક આગેવાનો સત્સંગ મંડળ, ગણેશ મંડળ, ગરબી મંડળ અને અલગ અલગ વિસ્તાર માંથી રામજી ના શોભયાત્રા નીકળતી ઝાંખીઓ આ વર્ષ ની શોભાયાત્રા ઓર ભવ્ય થાય તેના માટે કમર કસી છે.

આ વર્ષ ની શોભાયાત્રા માં જેતપુર જામકંડોરણા ના લોકપ્રિય ધારાસભ્ય અને પરમ રામ ભક્ત શ્રી જયેશભાઈ રાદડિયા મુખ્ય યજમાન ની જવાબદારી પૂર્ણ ભક્તિ ભાવ સાથે નિભાવી રહેલ છે. અને શોભાયાત્રા ભવ્ય થી ભવ્ય થઈ તેના માટે પ્રયત્ન શીલ છે.

રામનવમી મહોત્સવ અંતર્ગત જેતપુર ખાતે તા.૦૫ એપ્રિલ ૨૫, રાત્રે ૦૯/૦૦ કલાકે વીર ચાંપરાજવાળા ચોક, તીનબત્તી ખાતે દિપ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા.૦૬ એપ્રિલ ૨૫, રવિવારે નૃસિંહ મંદિર, ભાદર કાંઠે, જેતપુર મુકામે બપોરના ૧૨/૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીના યજમાન તરીકે જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના પ્રમુખશ્રી જયંતીભાઈ રામોલીયા અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સુરેશભાઈ સખરેલીયાએ જવાબદારી સ્વીકારેલ છે.

ત્યારબાદ, નૃસિંહ મંદિર ખાતે બપોરના ૦૩/૦૦ કલાકે રામનવમી શોભાયાત્રાના રથનું પુજન કરવામાં આવશે. અને બપોરે ૦૩/૩૦ કલાકે રામનવમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ સમગ્ર શોભાયાત્રા સનાતન વૈદીક પરંપરા મુજબ થાય તે માટે નૃસિંહ મંદિરના મહંતશ્રી કનેયાનંદજી મહારાજ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેતપુર શહેરની ધર્મપ્રેમી જનતાને રામનવમી મહોત્સવના અવસરે યોજાનાર દિપ ઉત્સવ તથા મહા આરતી અને શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાવા આમંત્રણ આપવામાં આવેલ છે.

રામનવમી મહોત્સવના તમામ આયોજન સરળતાથી પાર પડે તે માટે પ્રાચીન નૃસિંહ મંદિરના સર્વે સેવકગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image