સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર તાલુકા ના ઇલોલ મુકામે એક ગાયનો ભયંકર અકસ્માત
સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર તાલુકા ના ઇલોલ મુકામે એક ગાયનો ભયંકર અકસ્માત થતા ઇલોલ ગામ લોકોએ ગૌરક્ષાના મિતુલ ભાઈ વ્યાસ નો સંપર્ક કરતા.......
----------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: મિતુલ ભાઈ દ્વારા તાત્કાલિક પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર ની રીફરિંગ વાન મોકલી ગાય માતાને હિંમતનગર મંગાવી તાત્કાલિક પશુપાલન શાખા તેમજ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન ના પ્રોજેક્ટ કો.ઓરડીનેટર પ્રતીક સુથાર પાસે સ્પેશલ પરમિશન લઇ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ પ્રાણી અત્યાચાર ના પશુ ચિકિત્સકો ની ટીમ બોલાવી હિંમતનગર રિવર ફ્રન્ટ ખાતે ઓપરેશન કરવા માં આવ્યું હતું..
આ ઓપરેશનમાં ૧૯૬૨ ના ર્ડો.સ્વીટી પટેલ તેમજ ર્ડો.મોહમ્મદ મદની તેમજ પ્રાણી અત્યાચાર માંથી ર્ડો.દીપભાઈ પટેલ તેમજ ર્ડો.એકતા પટેલ દ્વારા ૨ થી 3 કલાક મેહનત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું,.
જેમાં ર્ડોક્ટરની ટીમ તેમજ જીવદયાના મિતુલ ભાઈ વ્યાસની આ સુંદર કામગીરીને ઇલોલ ગામ લોકો તેમજ જીવદયા પ્રેમી જનતા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.તેમજ ૧૯૬૨ ના સાબરકાંઠા જીલ્લાના પ્રોજેક્ટ કો.ઓરડીનેટર પ્રતીક સુથારનો પણ આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.
રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.