આજથી મનપા માતાના નામે કરશે 3,47,900 વૃક્ષનું વાવેતર - At This Time

આજથી મનપા માતાના નામે કરશે 3,47,900 વૃક્ષનું વાવેતર


રાજકોટ મહાનગરપાલિકા એક પેડ મા કે નામ ઝુંબેશ મંગળવારથી શરૂ કરશે. સ્માર્ટ સિટી વિસ્તારમાં જેમાં જુદા જુદા સ્થળોએ આવેલા મનપાના બગીચા હેતુના પ્લોટ તેમજ ફિલ્ટર પ્લાન્ટ તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વૃક્ષારોપણ કરીને 347900 રોપા વાવ્યાનો લક્ષ્યાંક હાંસલ કરાશે.

મનપાના જણાવ્યા અનુસાર એક પેડ મા કે નામ ઝુંબેશ કે જે જૂન માસમાં વડાપ્રધાને શરૂ કરી હતી. જેને લઈને રાજકોટમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ 17મીએ મંગળવારથી શરૂ કરાશે. સવારે 9 કલાકે સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવર પાસેના મનપાના બગીચા હેતુના પ્લોટમાં વૃક્ષારોપણની શરૂઆત કરાશે. તબક્કાવાર અલગ અલગ વોર્ડ અને વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને 347900 વૃક્ષ વવાશે. જોકે ક્યા સુધી આ ઝુંબેશ ચાલશે તેમ જણાવ્યું નથી પણ છેલ્લા 6 મહિનામાં 6 લાખ વૃક્ષો વાવી દેવાયા છે એટલે તે રીતે જોતા બે મહિના સુધી અલગ અલગ સ્થળોએ આ કામગીરી હાથ ધરાશે. ખાસ કરીને જ્યાં જ્યાં મનપાના દબાણ વગરના પ્લોટ છે ત્યાં વૃક્ષારોપણ કરાશે અને ત્યારબાદ મનપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યાનો ઉપયોગ કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.