સુઈગામ મામલતદાર પી.એમ.સોઢાની બઢતી સાથે બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.

સુઈગામ મામલતદાર પી.એમ.સોઢાની બઢતી સાથે બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.


સુઈગામ મામલતદાર તરીકે છેલ્લા 6 માસ ઉપરાંત સમયથી ફરજ બજાવતા P.M સોઢા ની ચીટનીશ ટુ કલેક્ટર તરીકે ભુજ ખાતે બઢતી સાથે બદલી થતાં સુઈગામ તાલુકા સેવા સદનના મિટિંગ હોલમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા, ભાભર મામલતદાર રવીન્દ્રસિંહ પરમાર, વાવ મામલતદાર કે.એચ.વાઘેલા, સહિત સુઇગામ, વાવ અને ભાભર તાલુકાના વહીવટી અધિકારીઓ, સસ્તા અનાજ એસોસિએશન, મધ્યાહન ભોજન સંચાલકો,રાજકીય સામાજિક અગ્રણીઓ,તાલુકાના વિવિધ વિભાગોનો સ્ટાફ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સુઈગામ ખાતે ટૂંકા ગાળા ના કાર્યકાળમાં સાથી કર્મચારીઓ સાથે સારી રીતે ફરજ બજાવનાર મામલતદાર P.M સોઢા ને ઉપસ્થિત અગ્રણીઓ અને કર્મચારીઓએ સાફો પહેરાવી શ્રીફળ,સાલ અને મોમેન્ટો આપી ફરજ ના સ્થળે સારી રીતે કામ કરી નામના મેળવે અને દીર્ઘાયુષ્ય ની શુભેચ્છાઓ આપી તેમજ પી.એમ.સોઢા પર પુષ્પો વરસાવી વાગતા ઢોલે સુઈગામ કચેરીએ થી વિદાય આપી હતી.
*જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ*
મો.9925923862.
9925923862


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »