સમોસાનો ધંધાર્થી સગીરો પાસે બાળ મજૂરી કરાવતો ’તો: બંનેને મુક્ત કારાવાયા
મેટોડામાં જીઆઈડીસી ગેટ નં.1 પાસે આવેલ અનિલ સમોસાનો ધંધાર્થી બે સગીરો પાસે બાળ મજૂરી કરાવતો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બંને સગીરને મુક્ત કરાવી સમોસાના ધંધાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના હેડ કોન્સ્ટેબલ મયુર કાથડ, દિલીપભાઈ, કોન્સ્ટેબલ મનીષાબેન ખીમાણીયા સહિતનો સ્ટાફ મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતો ત્યારે મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 હોનેસ્ટ હોટેલ-સી બિલ્ડીંગ પાસે અનિલ સમોસા નામની રેકડી વાળી જગ્યાએ બાળકો દ્વારા બાળ મજુરીનું કામ કરાવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે અનિલ સમોસા નામની રેકડીએ દોડી જઈ તપાસ કરતાં ત્યાં બાળમજુરીનું કામ કરતા બે બાળક જોવામાં આવેલ હતાં.
જેથી અનિલ સમોસા નામની રેકડીમાં માલિક સત્યાધારી ઉર્ફે અનીલ રાજેન્દ્ર સૈની (ઉ.વ.23),(રહે. વડવાઝડી ક્રિસટલ સોસાયટી શેરી નં.3,મૂળ ઉતરપ્રદેશ) ની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સગીર બાળકો પાસે આઠ થી દસ કલાક સુધી મજુરીનું કામ કરાવતો હોવાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.