આશા સંમેલન કાર્યક્રમ તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્વારા યોજાયો - At This Time

આશા સંમેલન કાર્યક્રમ તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્વારા યોજાયો


 શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાઓ નું સન્માન કરાયું
          વર્ષ ૨૨/૨૩ દરમ્યાન આરોગ્યની શ્રેષ્ઠ કામગીરી કરનાર ભચાઉ તાલુકા ની આશાઓ ને સન્માનવા માટે આજ રોજ તા ૨૧/૩/૨૩ ના ભચાઉ અંધ જન મંડળ હોલ ખાતે આશા સંમેલન યોજવામાં આવેલ. જેમાં તાલુકા ની તમામ આશાઓ , આશા ફેસિલિટેટર, તથા આરોગ્ય સ્ટાફ હાજર રહેલ.
          આશા સંમેલન નું દિપ પ્રાગટ્ય કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રી જનકસિંહ જાડેજા ,ગોપાલક વિકાસ ના માજી ચેરમેન અરજણભાઈ રબારી, ભાડા ના પૂર્વ ચેરમેન વિકાશભાઈ રાજગોર, ભા.જ.પા. તાલુકા પ્રમુખ વાઘજીભાઈ છાંગા, મંત્રી ગંભીર સીહ જાડેજા , શહેર ભા.જ.પા. પ્રમુખ ઉમિયા શંકર જોષી, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ પ્રમુખ શાસ્ત્રી અવિનાશ ભાઈ જોષી, રોટરી કલબ ના પ્રમુખ વનરાજ સીહ જાડેજા , તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણસિંહ દ્રારા કરવામાં આવેલ.
        તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા આશાઓ ને આરોગ્ય ની તમામ યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
       આ તબક્કે ગત વર્ષ ની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રા.આ.કે વાઇજ આશાઓ નું સન્માન મહાનુભાવો ના હસ્તે કરવામાં આવેલ.આશા ઓ દ્રારા આરોગ્ય ને લગતા ગીત અને નાટક રજૂ કરવામાં આવેલ.
    સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી એ કરેલ.
ચેતનાબેન જોષી, દિશા સુથાર , ઈશ્વર પ્રજાપતિ , કૌશિક સુતરિયા તથા આરોગ્ય કર્મચારીઓ એ સંમેલન ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.