*ઈડર-હિંમતનગર રોડ ઉપર એક કારને પાછળથી બીજી કાર ચાલકે ટક્કર મારતા ચારને ઈજા, ફરિયાદ નોંધાઇ*

*ઈડર-હિંમતનગર રોડ ઉપર એક કારને પાછળથી બીજી કાર ચાલકે ટક્કર મારતા ચારને ઈજા, ફરિયાદ નોંધાઇ*


સવેરા ગુજરાત,ઇડર
અહેવાલ..રાકેશ નાયક

*ઈડર-હિંમતનગર રોડ ઉપર એક કારને પાછળથી બીજી કાર ચાલકે ટક્કર મારતા ચારને ઈજા, ફરિયાદ નોંધાઇ*

૧૪ માર્ચ મંગળવારના રોજ ૧ વાગ્યા જેવા સમયગાળા દરમ્યાન ઈડર તાલુકાના મુળ કડીયાદરા ગામના અને હાલ ઈડર ખાતે રહેતા કિરીટકુમાર વાલજીભાઈ રાઠોડ પોતાની બલેનો ગાડી નં. જી.જે.૦૯.બી.એચ.૨૪૯૪ માં પોતાના બાળકોને લઇને ઈડર થી હિંમતનગર રોડ ઉપર આવેલ પોતાની સોસાયટી સવગુણનગર તરફ જવા માટે સેફ્રોનવિલા સોસાયટી તરફ વળતા હતા તે દરમ્યાન એક હોન્ડા કંપનીની સિવિક ગાડી નં. જી.જે.૧૮.એ.સી.૬૫૮૫ નો ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઈ રીતે ચલાવી લાવી કિરીટકુમાર રાઠોડની ગાડીને પાછળ થી ટક્કર મારતા કિરીટકુમાર એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તેમની કાર ડીવાઈડર ને અથડાતા કારમાં બેસેલ ત્રણ બાળકો સહિત કિરીટકુમારને શરીરે નાની મોટી ઇજાઓ થયેલ તેમજ સીવિક ગાડીનો ચાલક અકસ્માત કરી પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી નાસી જતા કિરીટકુમાર વાલજીભાઈ રાઠોડે અકસ્માત કરનાર હોન્ડા સીવીક ગાડી ચાલક વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »