લોથલ ખાતેદેશના પ્રથમ નેશનલ મેર ટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્ય પ્રગતિની સંખ્યા કરી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનાલોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યપ્રગતિની સમીક્ષા કરી
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસત ને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે. ત્યારે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝીયમ નું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસત ને આધુનિક યુગ ના આયોમો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી ‘ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના
ધ્યેયને સાકાર કરશે. NMHCનો તબ્બકો 1A હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ (NMHC) મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રોજેકટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી.
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.