મહિસાગર આરોગ્ય વિભાગ માટે કલંક રૂપ વિડિયો થયો વાયરલ. - At This Time

મહિસાગર આરોગ્ય વિભાગ માટે કલંક રૂપ વિડિયો થયો વાયરલ.


મહિસાગર આરોગ્ય વિભાગ માટે કલંક રૂપ વિડિયો થયો વાયરલ.

પરિણીત તબીબના સાથી મહિલા તબીબ સાથે કચેરીમાં જ અશ્લીલ ચેનચાળા

વીડિયો વાયરલ થતાં ચર્ચા
મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગને કલંક લગાડતી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પરણિત ડોકટર તેની સાથી મહિલા ડોકટર સાથે તાલુકા આરોગ્ય કેન્દ્રના કોન્ફરન્સ હૉલમાં જ અશ્લીલ ચેનચાળા કરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
કડાણા તાલુકાના પરણિત તબીબ વિકૃત હરકતોના કારણે વિવાદમાં આવ્યો છે. જેની અનેક ફરિયાદો છે જેમાં અન્ય મહિલા આરોગ્ય કર્મીઓને બીભત્સ મેસેજ કરવાની બાબતોની ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તેવામાં આ તબીબનો સાથી મહિલા ડોકટર સાથે અશ્લીલ ચેનચાળા કરતાં સીસીટીવી ફૂટેજનો વિડીયો આરોગ્ય કર્મીઓમાં ફરતો થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

કડાણા તાલુકામાં એમઓ તરીકે ફરજ બજાવે છે. હાલમાં જ તેની સાથી મહિલા કર્મીઓ દ્વારા તેની વિરુદ્ધ જાતિય શોષણ કર્યાના આક્ષેપ કરતી ફરિયાદ કરવામાં આવેલ છે, જેની તપાસ ચાલી રહી છે. ત્યારે આ તબીબ વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે.

વાઇરલ વીડિયોની તપાસ કરાવીશું અગાઉ બે મહીલા કર્મચારીઓની સતામણી અંગે ફરિયાદ આવેલી જેની તપાસ કમીટી દ્રારા કરવામાં આવી રહી છે આ વિડિઓ અંગે તપાસ કરાવી લવ છુ. - સી.આર.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી, મહીસાગર

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image