મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રવિવારના રોજ યોજાશે - At This Time

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રવિવારના રોજ યોજાશે


મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રવિવારના રોજ યોજાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી, તા.૦૧ /૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામમાં સુધારા, નામ કમી કરાવવા સહિતની વિવિધ કામગીરી કરાવી શકાશે. વધુમાં વધુ ૧૮ વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો/યુવતીઓ નોંધણી કરાવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીએ અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મતદારો પોતાના નામની નોંધણી તથા નામમાં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓનલાઇન પ્લેટફોર્મથી પણ ભરી શકાશે. આ પ્લેટફોર્મ્સ પર (૧) www.nvsp.in, (૨) www.nvsp.in, (૩)Voter Helpline Mobile App (Android / los), GARUDA APP (BLO મારફત) ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર માર્ગદર્શન મેળવી શકાશે. તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ મામલતદાર કચેરીઓ તેમજ તાલુકામાં નિયત કરવામાં આવેલા સ્થળો ખાતે EVM-VVPAT નિદર્શન પણ રાખવામાં આવ્યું છે. જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા માટે કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon