મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર બે આસામી સામે ફરિયાદ
રાજકોટમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપી પોલીસને માહિતી ન પહોંચાડનાર બે આસામી સાથે ગુનો દાખલ થયો છે. પોલીસ કમિશ્ર્નરના જાહેરનામા મુજબ મકાન ભાડે આપતા સમયે ભાડા કરારની વિગતો નજીકના પોલીસ મથકે આપવાની હોય છે. પરંતુ ઘણા લોકો મકાન કે ઓરડીઓ પરપ્રાંતિય નાગરિકોને ભાડે આપી તેની વિગત પોલીસને પહોંચાડતા નથી.
આવા મકાન માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થાય છે ત્યારે એસઓજીની ટીમે ગઈકાલે ભગવતીપરા મેઈન રોડ પર ધરમનગર વિસ્તારમાં શેરી નં.3માં રહેતા જયાબેન જીતુભાઈ કુવાડીયા (ઉ.વ.45) એ તેનુ મકાન પરપ્રાંતિયને ભાડે આપી જાણ ન કરી હોય તેમના વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
જે રીતે ધરમનગર મેઈન રોડ પર અંકિતભાઈ સામંતભાઈ બરાડીયા (ઉ.વ.24) એ પણ પોતાનું મકાન આ રીતે ભાડે આપ્યું હોય જાહેરનામા ભંગની ફરિયાદ બી ડીવીઝન પોલીસે નોંધી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.