ધંધુકા-ફેદરા રોડ પર ભયંકર અકસ્માત: બેના મોત, બે ઘાયલ
ધંધુકા-ફેદરા રોડ પર ભયંકર અકસ્માત: બેના મોત, બે ઘાયલ
ગઈ કાલે રાત્રે 10:30 વાગ્યે અમદાવાદ જીલ્લા ના ધંધુકા- ફેદરા રોડ પર રાયકા ગામ નજીક એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો. બે કાર સામસામે અથડાતા ગમખ્વાર દૃશ્ય ઉભું થયું.
ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓનાં કરૂણ મોત થયા.
બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા, જેમાં એકની સ્થિતિ ગંભીર છે.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અકસ્માતગ્રસ્ત વાહન પૈકી એક કાર નંબર GJ 38 B 4387 હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ ધંધુકા અને ફેદરા એમ્બ્યુલન્સ 108 તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માતની ચોક્કસ કારણો હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. આ દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
ઇજાગ્રસ્ત
(૧) સવિતાબેન સાથળીયા
ઉ.વ.૬૦
રહે. રોહિશાળા જિ. ભાવનગર
મૃતક
ઉત્તમભાઈ નિવૃતિ બોડકે, 53 વર્ષ, સતારા (મહારાષ્ટ્ર)
સંજયભાઈ નંદકુવાસ ગોડસે 43 વર્ષ
કરન્દોશી જવાલી સુતારા (મહાલા યુએસએ)
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
