NMC દ્વારા સૂચવેલ ફેમિલિ એડોપ્શન પ્રોગ્રામ હેઠળ GMERS મેડિકલ કોલેજ સોલાના વિદ્યાર્થીઓએ કોમ્યુનિટી મેડિસીન વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. - At This Time

NMC દ્વારા સૂચવેલ ફેમિલિ એડોપ્શન પ્રોગ્રામ હેઠળ GMERS મેડિકલ કોલેજ સોલાના વિદ્યાર્થીઓએ કોમ્યુનિટી મેડિસીન વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો.


NMC દ્વારા સૂચવેલ ફેમિલિ એડોપ્શન પ્રોગ્રામ હેઠળ GMERS મેડિકલ કોલેજ સોલાના વિદ્યાર્થીઓએ કોમ્યુનિટી મેડિસીન વિભાગના માર્ગદર્શન હેઠળ ૬ AMTS બસ દ્વારા કલોલ તાલુકાના ધાનજ ગામ ની મુલાકાત લીધેલ હતી તથા ધાનજ ગામના પરિવારો ની વિગત લઈ હાજર વ્યક્તિઓના વજન , ઉંચાઇ, બીપી તથા ડાયાબીટીસ ચૅકઅપ કરવામા આવેલ હતું. આ વિદ્યાર્થીઓ એ આ કુટુંબોને દત્તક લીધેલા હોઈ દર વર્ષે ૩ વર્ષ સુધી તેમનું આ રીતે ચેક અપ કરવામાં આવશે. આવી જ રીતે થોળ, સબાસપુર , દંતાલી તથા જેઠલજ ગામોમાં પણ ક્રમવાર કરાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી વિષે શેરી નાટક તથા પોસ્ટર ની મદદથી આરોગ્ય શિક્ષણ આપી જાગૃતતા ફેલાવવાનું કામ પણ કરેલ. આ પ્રોગ્રામના ભાગ રૂપે આજે યોજાયેલ નિદાન કેમ્પ માં 101 લોકો ઍ લાભ લિધો હતો. જરુરિયાત વાળા 43 દર્દીઓને સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ફિફર કરવામા આવેલ હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.