સર્વરોગ નિદાન કેમ્પમાં 642 દર્દીઓએ ભાગ લેતા, ગંભીર બીમારીઓના નિદાન નિઃશૂલ્ક કરાયા

સર્વરોગ નિદાન કેમ્પમાં 642 દર્દીઓએ ભાગ લેતા, ગંભીર બીમારીઓના નિદાન નિઃશૂલ્ક કરાયા


કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો

સર્વરોગ નિદાન કેમ્પમાં 642 દર્દીઓએ ભાગ લેતા, ગંભીર બીમારીઓના નિદાન નિઃશૂલ્ક કરાયા

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરત કે બોઘરા એ લોકોના પ્રશ્નોને હરહંમેશ વાચા આપતા રહેતા હોવાથી શ્રી કે.ડી.પરવાડિયા હોસ્પિટલ દ્વારા દર્દી નારાયણની સેવા કરવાના ઉમદા ભાવથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 642 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ગંભીર બીમારીઓથી પીડિતા દર્દીઓ પણ સામે આવ્યાં હતાં. જેમને ભારત સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશૂલ્ક સારવાર બાદ ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

શ્રી કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આટકોટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. ભરત કે. બોઘરા દ્વારા શ્રી સી.આર.પાટીલના જન્મદિવસને અનોખી રીતે ઉજવવા માટે વિચાર કર્યો હતો. જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી નારાયણની નિઃશૂલ્ક મેડિકલ કેમ્પ યોજીની સારવાર કરવા અંગેની વાત ટ્રસ્ટીઓને કરતાં તેમણે પણ હામી ભરી હતી. આ રીતે સમગ્ર મેડિકલ કેમ્પનું આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં અપાતી સારવારમાં ઓર્થોપેડિક, ગેસ્ટ્રો સર્જરી, ઈએટી(આંખ-નાક-ગળા), એમડી જનરલ (હ્રદય વિભાગ), પીડિયાટ્રીક(બાળ વિભાગ) અને ગાયનેક સહિતના વિભાગની તપાસ નિઃશૂલ્ક કેમ્પમાં આપવામાં આવી હતી.

સર્વ રોગ નિદાન કેમ્પમાં 642 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 68 જેટલા સાંધાના દર્દીઓને ઓપરેશન કરાવવાની જરૂર જણાઈ હતી. આ તમામ દર્દીઓને ભારત સરકારની આયુષ્યમાન યોજના હેઠળ તદ્દન નિઃશૂલ્ક રીતે ઓપરેશન કરી આપવામાં આવશે. જ્યારે 33 જેટલા ઈએનટી એટલે કે કાન-નાક-ગળાના દર્દીઓએ ઓપરેશન ની જરૂર જણાય. જ્યારે દર્દીઓમાંથી 28 મહિલા દર્દીઓને ગર્ભાશયની કોથળીને લગતી બીમારીઓ સામે આવી હતી. સાથે ફિઝિયોથેરાપી તેમજ 24 દર્દીઓને પેટના રોગ હોવાની તપાસ થઈ હતી. આ સિવાય 500 થી વધુ દર્દીઓની તપાસમાં નાની મોટી બીમારીઓ સામે આવી હતી. સમગ્ર મેડિકલ કેમ્પમાં હોસ્પિટલના અલગ અલગ વિભાગના તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ, વિજય ચૌહાણ જસદણ 94 2 69 96 330


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »