અમરેલી જિલ્લા ને અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ ઓવર બ્રીજ રેલવે ક્રોસિંગ યોજના માં સમાવેશ કરો ની પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી સમક્ષ માંગ કરી
અમરેલી જિલ્લા ને અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ ઓવર બ્રીજ રેલવે ક્રોસિંગ યોજના માં સમાવેશ કરો ની
પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી સમક્ષ માંગ કરી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રેલવે અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ, ઓવર બ્રીજ બનાવવા માં અમરેલી જિલ્લા નો સમાવેશ કરવા માંગ કરી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવજી, રેલ્વે મંત્રીશ્રી,ભારત સરકાર મંત્રી ને પત્ર પાઠવ્યો કેન્દ્ર સરકારની રેલ્વે ક્રોસીંગ બંધ કરી અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ, ઓવર બ્રીજ બનાવવાની યોજના અંતર્ગત અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા બાબત પત્ર પાઠવી તાજેતરમાં કેન્દ્ર સરકારના રેલ્વે બજેટમાં બ્રોડગેજ રેલ્વે ઉપર તમામ રેલ્વે ક્રોસીંગ બંધ કરેલ છે તેવું રેલ્વે મંત્રીશ્રીનું પ્રેસનિવેદન આઘાત જનક છે. કેમ કે, અમરેલી થી નવી શરૂ થયેલી ઢસા-જેતલસર બ્રોડગેજ તેમજ ઢસા-ધોળા-બોટાદ-સરખેજ બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર (૧) વડીયા-દેવળા (૨) કુંકાવાવ-દેરડી (૩) લુણીધાર-દેવગામ (૪) લાઠી-ચાવંડ (૫) ધોળા-વલ્લભીપુર (૬) ભીમનાથ-ફેદ્રા (૭) લોથલ-બગોદરા અને સરખેજ જતાં ૮ (આઠ) રેલ્વે ક્રોસીંગ છે તેમજ અમરેલી મીટરગેજ માંથી બ્રોડગેજ થતાં રેલ્વે લાઇન ઉપર અમરેલી બાયપાસ અને ખીજડીયા જંકશન પાસે પણ એક રેલ્વે ક્રોસીંગ છે. અમરેલી શહેરમાંથી મીટરગેજ પસાર થતાં રેલ્વેમાં (૧) અમરેલી-લીલીયા (૨) અમરેલી-ચકકરગઢ (૩) અમરેલી-સાવરકુંડલા (૪) અમરેલી-ચલાલા (૫) ચલાલા-ધારી (૬) ધારી-સરસીયા તેમજ આગળ જતા બે-ત્રણ રેલ્વે ક્રોસીંગ છે.
ઉપરાંત મહુવા થી સુરત જતી ટ્રેન ઉપર બાઢડા-સાવરકુંડલા, સાવરકુંડલા પાસે એક તેમજ રાજુલા-સાવરકુંડલા બાયપાસ ઉપર બે, સાવરકુંડલા થી લીલીયા જતા લીલીયા-ક્રાંકચ ત્રણ રેલ્વે ક્રોસીંગ, લીલીયા સ્ટેશન પાસે બે રેલ્વે કોસીંગ, લીલીયા થી દામનગર જતાં ત્રણ રેલ્વે ક્રોસીંગ, દામનગર પાસે એક રેલ્વે ક્રોસીંગ આવેલા છે.
આમ, અમરેલી જિલ્લાને રેલ્વેમાં અન્યાય અને આટલા મોટા રેલ્વે ક્રોસીંગના કારણે વાહનચાલકો અને રસ્તામાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને કારણે લોકો ખુબજ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી આ સમસ્યાનું તાત્કાલીક નિવારણ થવા રજુઆત છે. તેમજ અગાઉ મારા પત્ર જાવક નં.૨૬ તા.૦૨/૦૩/૨૦૨૫ થી અમરેલી જિલ્લાને જોડતી રેલ્વે માટે આપશ્રીને પત્ર લખી ચુક્યો છું (નકલ સામેલ છે). તમામ બાબતો ધ્યાને લઈ નવા બનાવવાના રેલ્વે ક્રોસીંગ, તમામ રેલ્વે R.O.B. ઓવરબ્રીજ બનેલ છે તેવા રેલ્વે મંત્રીશ્રીના પ્રેસનિવેદન ગેરમાર્ગે દોરનાર છે. તાકીદે આ બાબતે નવા બજેટમાં જે સમાવેશ થયેલ છે તે બાબતમાં તાકીદે દરખાસ્ત કરી અમરેલી જિલ્લાને ન્યાય અપાવવા આ પત્રથી રજુઆત છે તુર્તજ યોગ્ય કરી અમરેલી-ભાવનગર-જુનાગઢ જિલ્લાઓને અન્યાય અપાવવા મારી રજુઆત છે.કરી હતી સબંધ કરતા
ઝોનલ મેનેજરશ્રી, વેસ્ટર્ન રેલ્વે, ચર્ચ ગેટ, મુંબઈ ડીવીઝનલ રેલ્વે મેનેજરશ્રી, વેસ્ટર્ન રેલ્વે, ભાવનગરપરા, ભાવનગર ને પણ પત્ર પાઠવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
