ભાભરમા વાવ રોડ પર ગંભીર અકસ્માતમા 1નુ મોત 1 ઘાયલ.થતા અરેરાટી પ્રસરી ગઇ
સરહદી વિસ્તાર ભાભરમા ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ વાવ રોડ પર માધવસીટી સોસાયટીની પાસે બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમા 1નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ પ્રતાપજી સામાજી ઉ.વ આ. 45 રહે હીરપુરા (ભાભર )જે મજૂરીકામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા ત્યારે આજે સાંજના સુમારે તેમના નિત્ય ક્રમ અનુસાર ભાભરમાં કામ પતાવી ભાભર વાવ રોડ પર આવેલ માધવસીટી સોસાયટી પાસે બાઈક નં GJ 08 CF 9907 પર પ્રતાપજી સામાજી ઠાકોર અને પાછળ સવાર જવાનજી મેવાજી ઠાકોર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળ થી લાકડા ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલ ગાડી નં GJ 02 VV 9723 એ જોરદાર ટક્કર મારતા ગાડીનું પાછળનું ટાયર પ્રતાપજી સામાજી ઠાકોર રહે હીરપુરા (ભાભર ) પર ફરી વળતા ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ જયારે પાછળ સવાર જવાનજી મેવાજી ઠાકોર ઉ. વ આશરે 35 રહે ભાભર લુદરીયાવાસ વાળા ને ઈજાઓ પહોંચતા પ્રથમ ભાભર રેફરલ હોસ્પિટલમા સારવાર આપીને વધુ સારવાર માટે આગળ રીફર કરેલ.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પરણિત હોવાથી 3 સંતાનો એ પિતાની છત્ર છાયા ગુમાવી હતી.ભાભર વાવ રોડ ઉપર દુકાનદારો એ દબાણો કરેલ છે તેમજ વાહન ચાલકો પણ રોડ પર જ વાહન પાર્કિંગ કરતાં હોવાથી અવારનવાર ટ્રાફિક તેમજ અકસ્માતની ધટનાઓ બનતી હોય છે જેથી જાગૃત નાગરિકો દ્વારા આ ટ્રાફિક સમસ્યા, દબાણો હટાવવા માટે જવાબદાર તંત્ર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે છતાં પરિસ્થિતી ઠેર ની ઠેર છે દબાણ હટાવવામાં આવે તો આ રોડ ની બંને સાઇડે ૧૪ મીટર ખુલ્લી જગ્યા થઈ શકે અને ટ્રાફિકનુ પણ નિવારણ આવી શકે..?
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.