ITM કોલેજના ગુમ થયેલા ડ્રાઇવરનો મૃતદેહ રવાલ નજીકથી મળી આવ્યો. - At This Time

ITM કોલેજના ગુમ થયેલા ડ્રાઇવરનો મૃતદેહ રવાલ નજીકથી મળી આવ્યો.


વાઘોડિયાના રવાલ ગામે રાઠોડીયા ફળીયા નજીક સમી સાંજે વરસાદી કાંસના નાળામાં એક અજાણ્યા ઈસમની લાશ જોવા મળતા ગ્રામજનોએ સરપંચ થકી આજવા પોલીસને જાણ કરી હતી . આજે વરસાદિ નાળામાંથી અતી દુર્ગંઘ આવતા ગ્રામજનોને કોઈક અજાણ્યા પુરુષની લાસ હોવાનું જણાઈ આવતા સરપંચને જાણ કરી હતી . જે બાદ આજવા પોલીસને ફોનિક જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા . રવાલ પાસે આવેલ આઇટીએમ કોલેજમા રહિ કોન્ટ્રાક્ટમાં સ્ટાફને વડોદરા લાવવા લઈ જવા માટે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજેશ ગિરધારીલાલ આત્મજ ( 48 ) અરણ્યા નગર ઇંદોર , મધ્ય પ્રદેશનાઓ છેલ્લા ત્રણેક માસથી ફરજ બજાવે છે . હોળી ધુળેટીની રજાઓ માણવા કોલેજમાંથી રજા લઈ પોતાના વતન જવા નીકળ્યા હતા . પરંતુ વતન ન પહોંચ્યા અને રજાઓ પૂરી થયા બાદ કોલેજમાં ફરજ પર હાજર પણ ન થતા કોલેજ સત્તાધીશો દ્વારા ડ્રાઇવર ગુમ થયા અંગે આજવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . જે બાદ રવાલગામે મડી આવેલ મૃતદેહ આઈટીએમ કોલેજના ડ્રાઇવર રાજેશભાઈનો હોવાનું કોલેજ સત્તાધીશો દ્વારા ઓળખ કરવામાં આવી હતી . જોકે રજાનું પર્વ માનવા નીકળેલા રાજેશભાઈ નું શું થયું ? તે અંગે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે . આજવા પોલીસે મૃતદેહ નો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા બાદ ડ્રાઇવરના મોત અંગેનુ સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવે તેમ છે .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.