સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૨૬ હજારથી વધુ લોકોને સારવાર પૂરી પાડી - At This Time

સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૨૬ હજારથી વધુ લોકોને સારવાર પૂરી પાડી


*સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૨૬ હજારથી વધુ લોકોને સારવાર પૂરી પાડી*
****
કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ. સાબરકાંઠા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ ૨૦૨૪ માં ૨૬૩૦૭ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી તેઓના જીવ બચાવવામાં આવ્યા છે. જીવનરક્ષક ૧૦૮ સેવાએ કોરોનાકાળ,પૂર અને અન્ય વિપરીત પરિસ્થિતિઓમાં લોકોની સમયસર સારવાર કરી જીવ બચાવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ ૨૦૨૪ માં ૨૬૩૦૭ જેટલા દર્દીઓને સમયસર સારવાર કરી ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. વર્ષ ૨૦૨૪ માં સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સને ઇમરજન્સીના કુલ ૨૦૨૪, પેટના દુખાવાના ૨૨૦૬, એલર્જી રીએક્શનના ૩૨, માનસિક તકલીફના ૨૬, શ્વાસની તકલીફના ૧૯૨૫, હદય રોગના ૧૦૪૬,ખેંચના ૫૭૨, વાતાવરણને લગતી ઇમરજન્સીના આઠ, તાવના ૭૨૭,આકસ્મિત આપદાના ૨૦,ઝેરી દવાની અસરના ૮૫૪,પ્રસુતિને લગતી ઇમરજન્સીના ૧૦૩૬૫, લકવાના ૧૭૩,માર્ગ અકસ્માતના ૩૫૨૩,અજાણી તકલીફના ૨૦૭૨ સહિત વિવિધ કેસ મળ્યા છે.જેમાં સમયસર ૧૦૮ એમ્બ્યુલન્સે સેવા આપી છે. આ ઉપરાંત સગર્ભા મહિલાને કેટલીક વાર સ્થળ પર જ પ્રસૂતી કરવાની જરુર પડે છે. વર્ષ ૨૦૨૪માં કુલ ૩૨૪ મહિલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવામાં આવી છે.૧૦૮ એમ્બ્યુલન્સ હરતા ફરતા પ્રસૂતિગૃહની ગરજ સારે છે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં હાલમાં સાબરકાંઠામાં કુલ ૧૬ એમ્બ્યુલન્સ છે.જે જીવનરક્ષકના જરુરી સાધનોથી સજ્જ છે.
આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.