વિરપુરમાં વીજ કંપનીના કર્મચારીની ઘોર બેદરકારી…
ધોળી ગામના ડીપીમાં આગ છતાં કોઇ ડોકાયું નહીં..
આગ જેવી ઘટનામાં પણ વીજ કંપનીના કર્મચારીઓ આળસ ન ખંખેરતા રોષ...
મહિસાગર જીલ્લાના વિરપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા વારંવાર દરોડા પાડવામાં આવે છે. પરંતુ આ જ વીજ કંપનીના કર્મચારી ડીપીમાં આગ જેવી ઘટનામાં તેમની ફરજ ચુંકી જતા હોવાનો દાખલો બહાર આવ્યો છે. ધોળી ગામમાં મધરાતે ડીપીમાં આગ લાગી હતી. આ અંગે વીજ કંપનીને જાણ કરવા છતાં કોઇ કર્મચારી ડોકાયું નહતું અને છેક સવારે ટીમ આવી હતી. જેના કારણે રાતભર ગ્રામજનોને ફફડતા રહી અંધારપટમાં સમય ગુજાર્યો હતો.
મધ્ય ગુજરાત વીજ કંપની વીજ ચોરો સામે દંડુકો ઉપાડે છે. પરંતુ આ જ કર્મચારી – અધિકારી દૂર્ઘટના સમયે નપાવટ પુરવાર થઇ રહ્યાં છે. વિરપુરના ધોળી ગામમાં મોડી રાતે અચાનક ડીપીમાં આગ લાગી હતી. જેના કારણે સમગ્ર ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. ડીપીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અંગે વીજ કંપનીમાં જાણ કરવા છતાં રાત્રે કોઇ જ ડોકાયું નહતું. બીજી તરફ આગ અને અંધારપટ બન્ને સામે ગ્રામજનોને રાતભર ઝઝુમવું પડ્યું હતું. છેક બીજા દિવસે સવારે મરામતની કામગીરી શરૂ કરીને વીજ પ્રવાહ પૂર્વવત કરાયો હતો.
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વિરપુરના ધોળી ગામના ખોડિયાર મંદિર સામે આવેલી ડીપીમાં રાત્રીના નવ વાગ્યાના સુમારે ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ આજુબાજુ પ્રસરી ગઈ હતી. જેથી સ્થાનિક રહીશો ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
