સીઆઇટીયુ- ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન ના પ્રતિનિધિ આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે બેઠક મળી.
આજરોજ સીઆઇટીયુ- ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન ના 15 જેટલા પ્રતિનિધિ આગેવાનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓએ આપેલા નિમંત્રણને અનુલક્ષીને ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે આવેલા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં રૂબરૂ મળ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી સાથે થયેલી 50 મિનિટની વિસ્તૃત ચર્ચામાં પ્રતિનિધી મંડળ વતી સીટુ મહામંત્રી અને યુનિયનના પ્રમુખ શ્રી અરુણ મેહતા દ્વારા રજૂઆતો કરી હતી, તેમજ વર્ષ 2022 માં ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓની બનેલી કોર કમિટી એ ચૂંટણી સમયે પગાર વધારા સહિતના મોબાઈલ આપવાના તથા અન્ય માંગણીઓ અંગે આપેલ વચનોનું પાલન થયું ન હોવા પ્રત્યે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરાઈ હતી.
ખૂબ જ વિગતવાર રજૂઆતમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ના અનુસંધાને લઘુતમ વેતન આપવા તેમજ કાયમી થવાની કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી. પ્રતિનિધી મંડળ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારમાં તથા અશા અને ફેસીલીએટરનાં પગારમાં વધારો કરવા તથા અન્ય રાજ્યોની સરખામણી માં ગુજરાતમાં મળતા ઓછા વેતન બાબતે રજૂઆત કરાઈ હતી, આ પ્રસંગે યુનિયન દ્વારા મહારાષ્ટ્રમાં ₹ 15,000 વેતન અપાતું હોવાની તેમજ દેશના 15 રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ વેતન અપાતું હોવાની પણ રજૂઆત કરાઈ હતી. હેલ્પરને માત્ર 5,500 નજીવું વેતન મળે છે તથા આશા વર્કરને માત્ર 4000 ઇનસેન્ટિવ મળે છે તે બાબતે ખૂબ જ આગ્રહ પૂર્વક સ્પેશિયલ વધારો આપવા રજુઆત કરાઈ હતી.
જે બાબતે મુખ્યમંત્રીશ્રીએ હૈયા ધારણા આપી હતી તેમજ તે અંગે નિર્ણય કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી.
પ્રતિનિધિ મંડળ દ્વારા હાલમાં બધું જ કામ ડિજિટલ કરાવાતું હોવાથી આંગણવાડી વર્કરને તાત્કાલિક નવા મોબાઈલ આપવા અથવા તો મોબાઈલ ની કિંમત આંગણવાડી વર્કરના ખાતામાં જમા કરવા તેમજ આશા, ફેસિલેટરને પણ ડિજિટલ કામગીરી કરાવાતી હોવાથી મોબાઈલ આપવા તેમજ અગાઉ આપેલ વચન મુજબ ડ્રેસ આપવા રજૂઆત કરી હતી.
આશા વર્કર ની કામગીરી નો ફિક્સ ટાઇમ નક્કી કરવા રજૂઆત કરી હતી.
બાળકોના પોષણ આહાર ના દરોમાં વધારો કરવા રજૂઆત કરી હતી. તેના તથા બીલની રકમ એડવાન્સ ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે.
તમામ રાજ્યમાં નિવૃત્તિ વય મર્યાદા 60 થી વધારે છે તો ગુજરાતમાં 60 કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
વર્કર હેલ્પર ને વન ટાઈમ જિલ્લા ફેર બદલી કરી આપવા ની રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી માતૃત્વ યોજનાનો ચણા-તુવરદાળ- તેલ નો સ્ટોક એક સાથે આવે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી.
પોષણ સુધા યોજનાના બિલો નિયમિત ચૂકવવા તથા ભોજન ના માત્ર 19 રૂપિયા આપવામાં આવે છે તેમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી.
આ રજૂઆતના જવાબમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક હૈયાધારણા આપી હતી.
ઉપરાંતમાં મુખ્યમંત્રી શ્રી એ રોજિંદા પ્રશ્નો કમિશનરલ સચિવ કક્ષાના પ્રશ્નો અંગે મંત્રીશ્રીને જવાબદારી સોંપી અને તેનો ઉકેલ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. પ્રતિનિધિ મંડળમાં અરૂણ મહેતા ઉપરાંત, મહામંત્રી કૈલાસબેન રોહીત, સીટુ પ્રમુખ સતીષભાઈ પરમાર, આશા મહામંત્રી અશોક સોમપુરા,સંગીતાબેન દવે સૌરાષ્ટ્ર ઝોન મંત્રી, રંજનબેન સંઘાણી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ વિગેરેએ ચર્ચામાં ભાગ લઈ રજુઆતો કરી હતી
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે
