ઝહીરાબાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની નિકાલ ક્યારે
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
ઝહીરાબાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની નિકાલ ક્યારે
પાણપુર પાટીયા અને ઝહીરાબાદ રોયલ કોલોની થોડા વરસાદને લઈ જળમગ્ન.
પંચાયતનુ વરસાદને લઈ ડ્રેનેજ મેનેજમેન્ટ ન હોવાને કારણે આજે રોયલ કોલોની અને પાટીયા વિસ્તારમાં ગુટણ સમા પાણીમાં છે.
આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે જેનો નિકાલ આવે તેવું નાગરિકો અને રહીશો ઈચ્છી રહ્યા છે. ચૂંટણી સિવાય પંચાયતના પગથિયાં ન ઉતરતા પદાધિકારીઓ અને પંચાયતી તંત્ર ક્યારે આનું નિરાકરણ લાવશે.
શું આ વિસ્તારના રહીશો આમજ પીડાતા રહેશે. ચૂંટણી ટાણે લોભામણી વાતો આજે ઠગારી નીકળી છે.
આ વિસ્તારમા પાણીનો જ્યાં ભરાવો છે ત્યાં વીજ ડીપી અને વીજ પોલ હોવાથી કરંટ આવશે અને મોટી દુર્ઘટના થશે ત્યારે શું તંત્ર સફાળુ જાગશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.