પુજાપાઠ કરતી વખતે દિવાની જાળ ઓઢણીમાં અડી જતા પ્રૌઢા દાઝી ગયા - At This Time

પુજાપાઠ કરતી વખતે દિવાની જાળ ઓઢણીમાં અડી જતા પ્રૌઢા દાઝી ગયા


શહેરનાં હનુમાન મઢી શ્રી રામનગર શેરી નં-1 માં રહેતાં પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે દિવાબતી કરી રહ્યા હતા તે વખતે ઓઢણીમાં દિવાની જાળ અડી જતાં પ્રૌઢા દાઝી ગયા હતા. હાલ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હનુમાન મઢી શ્રી રામનગર શેરી નં-1 માં રહેતાં હિનાબેન અનિલભાઈ પરમાર (ઉ.વ.54) નામનાં વૃદ્ધા આજે સવારના પોતાના ઘરે દિવાબતી કરી રહ્યા હતા ત્યારે ઓઢણીમાં દિવાની જાળ અડી જતાં આગ લાગતાં વૃદ્ધા દાઝી ગયા હતા.
વૃદ્ધાએ દેકારો કરતાં તેઓનાં પરિવાર તુરંત દોડી ગયા હતા. અને વૃદ્ધાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓનાં પતિને વેલ્ડીંગની દુકાન છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image