કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ - At This Time

કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ ———


કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
---------
વિવિધ પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલવા કલેક્ટરશ્રીએ આપ્યું માર્ગદર્શન
---------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

કલેક્ટરશ્રીએ નાગરિકોના પ્રશ્નો ઝડપી અને નિયમસર ઉકેલવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ સરકારી કચેરીઓ દ્વારા લાંબા સમયની વેરા વસૂલાત, વગર વિલંબે બાકી વેરો ભરપાઈ થાય તે અંગે તકેદારી રાખવા, સ્વાગત ઓનલાઈન પોર્ટલ મારફતની અરજીઓનો સત્વરે નિકાલ કરવા જેવી બાબતો પરત્વે સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતાં.

સરકારશ્રીની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ‌ લાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

કલેક્ટરશ્રીએ નાગરિક કેન્દ્રિત યોજનાઓને સંતૃપ્તિ સુધી લઇ જવા માટે જિલ્લા દ્વારા કરવાનું આયોજન અને લક્ષ્યાંક સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય તે વિશે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જૈમિની ગઢિયા સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 000 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image