જસદણ નગરપાલિકાનો વેરા વધારો મોકુફ રાખવા પ્રાદેશિક કમિશ્નરનો હુકમ - At This Time

જસદણ નગરપાલિકાનો વેરા વધારો મોકુફ રાખવા પ્રાદેશિક કમિશ્નરનો હુકમ


જસદણ નગરપાલિકાનો વેરા વધારો મોકુફ રાખવા પ્રાદેશિક કમિશ્નરનો હુકમ.
- જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણીએ કેબીનેટ મંત્રી બાવળીયાને કરેલી રજૂઆતને સફળતા મળી.
- પ્રાદેશિક નગરપાલિકા નિયામક પાસે છેલ્લા 6 મહિનાથી આ પ્રશ્ન નિર્ણય અર્થે પડ્યો હતો.

જસદણ નગરપાલિકા દ્વારા વેરામાં કરવામાં આવેલા વધારા બાદ વધારો મોકુફ રાખવા નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરે હુકમ કરતા જસદણના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાણી છે. આ અંગેની વિગતો મુજબ, જસદણ નગરપાલિકા દ્વારા વેરા વધારાનો અમલ મોકૂફ રાખવા સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ થયા બાદ તે પ્રાદેશિક નગરપાલિકા નિયામક પાસે છેલ્લા 6 મહિનાથી આ પ્રશ્ન નિર્ણય અર્થે પડ્યો હતો. જો કે જસદણ નગરપાલિકાના તે સમયના પ્રમુખે ગત તા.26-9-2022 ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સમક્ષ રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરીને વેરા વધારાનો અમલ મોકુફ રાખવા રજૂઆત કરી હતી. જે નગરપાલીકાઓના પ્રાદેશિક કમિશનરના હુકમ વગર વેરા ઘટાડો શક્ય થઈ શકે તેમ ન હતો. જેથી જસદણ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને જસદણ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ધીરૂભાઈ શામજીભાઈ ભાયાણીએ આ અંગે ગાંધીનગર ખાતે રાજ્યના કેબીનેટ કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી હતી. આ અંગે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને યોગ્ય કરવા માટે ગાંધીનગર શહેરી વિકાસ વિભાગમાંથી સુચના મળતા જેના પગલે તા.29-3-2023 ના પત્ર નંબર પ્રા. ક./વ.યું.-2/કલમ -258/કેસ નં. 5/22/2023/231 થી ડો. ડી.બી.વ્યાસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર વેરા વધારાનો અમલ મોકુફ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આ વેરા વધારો મોકૂફ રહેતા પાલિકાના પુર્વ ઉપપ્રમુખ દીપુભાઇ ગીડા જસદણ નગરપાલિકાના પૂર્વ નગરસેવક નરેશભાઈ ચોહલીયા, દુર્ગૅશભાઇ કુબાવત ,ર્કેતનભાઈ લાડોલા, બીજલભાઈ ભેસજાળીયા,પ્રવિણભાઇ ઘૉડકીયા જસદણના અગ્રણી ઉદ્યોગપતિ પી.વી.ભાઈ ભાયાણી,અગ્રણી દીપકભાઇ રવીયા, યુવા આગેવાન જશવંતભાઈ ઢોલરીયા સહિતના શહેરના વિવિધ સંગઠનો દ્વારા જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.