શીતળા સાતમે ખેડબ્રહ્મા શિતળા મંદિરે માનવ મહેરામણ ઉમટયો
શીતળા સાતમે ખેડબ્રહ્મા શિતળા મંદિરે માનવ મહેરામણ ઉમટયો
------------------------------------------------------------------------
શીતળા સાતમના દિવસે ખેડબ્રહ્મા શહેરના હાઇવે રોડ પાસે આવેલ શીતળા માતાના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ મા શિતળા માતાના દર્શન કરયા હતા. અને શ્રીફળ તથા સુખડીનો પ્રસાદ અર્પણ કર્યો હતો. શીતળા સાતમના દિવસે અહી હજારો લોકો આવતો રમકડા વિગેરે વેચવા માટે લોકો આવતા મેળા જેવું વાતાવરણ સર્જાય છે. શિતળા સાતમે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતાં મંદિર ટ્રસ્ટના પટેલ નટવરભાઈ ખુશાલભાઈ, પટેલ હર્ષદભાઈ રેવાભાઇ, પટેલ નવનીતભાઈ જેઠાભાઈ, રાઠોડ દિગ્વિજયસિંહ, પટેલ બાબુભાઈ, પટેલ ભીખાભાઈ પુંજાભાઈ તથા પૂજારી નરેશભાઈ વિગેરેએ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.