હિંસાગ્રસ્ત અને નિરાધાર મહિલા ને આશ્રય અપાવતુ સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ - At This Time

હિંસાગ્રસ્ત અને નિરાધાર મહિલા ને આશ્રય અપાવતુ સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ


હિંસાગ્રસ્ત અને નિરાધાર મહિલા ને આશ્રય અપાવતુ સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ

બોટાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના બસ સ્ટેન્ડ માથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને નીરાધાર અને અશક્ત મહિલા મળી આવેલ.હિંસાગ્રસ્ત મહિલાને લાબા ગાળાના કાઉન્સેલિંગ તેમજ આશ્રયની જરૂરીયાત હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરમા પાંચ પ્રકારની સહાય એક જ છત્ર હેઠળ મળી રહે જેમ કે આશ્રય,તબીબી,પોલીસ,પરામર્શસહાય, જીવન જરૂરીયાત ની વસ્તુ મળી રહે તે હેતુ થી સખી વન સ્ટોપ સેન્ટર પર ૧૮૧ હેલ્પલાઈન દ્વારા મુકવા મા આવેલ.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મેઘનાબેન એમ મેહતા દ્વારા કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે બહેનની ઉમર-આશરે ૫૦ વર્ષની છે. તેના પતિ પણ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. તે પોતે નિ:સંતાન છે. તેમના પતિને પહેલા લગ્નના પાંચ સંતાન છે.ત્રણ દિકરા અને બે દિકરી છે. તેઓ બીજા જિલ્લામા રહે છે મહિલાના પતિ ગુજરી ગયા બાદ તેના દિકરાઓ એ તેમને ઘરેથી કાઢી મુકેલ અને બહેન તેના પીયરમા જતા રહ્યા હતા. પીયરમા તેના ભાઈઓ પણ હવે રાખવા માગતા નથી તેથી પાછા આ મહિલા સાસરીમા આવેલ પરંતુ તેમના દિકરાઓ હાજર હતા નહિ અને દિકરાઓ મકાનને તાળૂં મારી દિધું હતુ આથી મહિલાને કોઇ આશ્રયની વ્યવસ્થા હતિ નહિ તેમજ 3 વર્ષ થી બેન રોડ પર રખડતું ભટકતું જીવન ગાળતા હતા જેથી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી મેઘના બેન મહેતા તથા કાઉન્સેલર નિલાબેન ટી રાવળ અને બોટાદ જિલ્લા નાં મહિલા અને બાળ અધિકારી શ્રી આઈ.આઈ.મન્સુરી સરના તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતનબેન દવે ના માર્ગદર્શન અંતર્ગત હિંસાગ્રસ્ત મહિલા રાત્રે નહિવત જોઈ શકતા હોવાથી મહિલા ને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સ્વધાર ગ્રુહ સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ ના કર્મચારી દ્વારા નિ રાધાર મહિલા સાથે જઈ રૂબરૂ લાબા ગાળા નાં આશ્રય માટે પુન:સ્થાપન કરાવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon