બાયડ તાલુકા માં પંચાયત માં (vce) કર્મચારી આજ થી હડતાલ. - At This Time

બાયડ તાલુકા માં પંચાયત માં (vce) કર્મચારી આજ થી હડતાલ.


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતમાં vec કર્મચારીઓ હડતાળ પર ઊતરતાં કામગીરી ઠપ્પ.દરેક ગ્રામ પંચાયતમાં દરેક પ્રકારની કરવામાં આવતી કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યા સુધી દરેક પંચાયતમાં (vce) કર્મચારીને સરકારશ્રી ના વિકાસ કમિશનરના લેટર અનુંસારનું 2000 હજાર માસિક મહેંતાણુ (ઇનસિટિવ)ના ચૂકવાય ત્યાં સુધી દરેક પંચાયતમાં કામગીરિ બંધ રહેશે. દરેક પંચાયતમાં (vce)યુનિયન બાયડ તાલુકા કર્મચારીઓ દ્વાર હડતાલ જાહેર કરવામા આવી છે.(VCE) કર્મચારીઓની માંગ.(૧)કમિશન બેઝઈ - ગ્રામ પોલીસી હટાવી ફિક્સ વેતન(૧૯૫૦૦) સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે.(૨)સરકારશ્રી સાથે (૧૬) વર્ષ થી કામ કરતા હોય સરકારી કર્મચારી તરીકે જાહેર કરીને વર્ગ-૩ના કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે.(૩)સરકારી લાભો અને રક્ષણ આપીને સમાન કામ અને સમાન વેતન આપવામાં આવે.(૪)આરોગ્યલક્ષી સુવિધા આપી પરિવાર સહિત વીમા સુરક્ષા કવચ આપવામાં આવે.(૫)જોબ સિક્યોરિટી અને છૂટા કરેલા(vce) કર્મચારીને પરત લેવા.(૬)કોરોના મહામારી માં મરણ પામેલા(vce) કર્મચારીને આર્થિક સહાય ચુકવવામાં આવે.(૭)(Vce) કર્મચારીને લગતી કામગીરીનો ચાર્ટ નક્કી કરવામાં આવે.(૮)(પીએમ) કિસાન યોજનાની એન્ટ્રી બાકી રહેલ પેમેન્ટ તાત્કાલિક ચુકવવામાં આવે.આવી અનેક માંગ સાથે(vce) ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.